લાઈફ સ્ટાઇલ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર મોદી સરકારે કસ્યો ગળિયો, AIના નામ પર છૂટછાટ બંધ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર મોદી સરકારે કસ્યો ગાળિયો, AIના નામ પર છૂટછાટ બંધ: 

નવી દિલ્હીઃ આર્ટિફશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIના નામે માર્કેટમાં એક આશ્ચર્યજનક કૌભાંડ ચાલી રહ્યું છે. AIના નામે કોઈપણ ની પ્રાઇવસીનો ભંગ થઈ રહ્યો છે. આ ઉપરાંત તેની બદનામી થઈ રહી છે. આવી સ્થિતિમાં સરકાર AIના દુરુપયોગને લઈને સતર્ક થઈ ગઈ છે. ગત્ દિવસોમાં એક્ટર રશ્મિકા મંધાનાનો એક ડીપફેક વીડિયો વાયરલ થયો હતો. તેમજ ડીપફેકની મદદથી બેંકિંગ ફ્રોડ જેવી ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે.

આવી સ્થિતિમાં, સરકારે સ્પષ્ટ કર્યું છે કે AI મોડલ બનાવતા પહેલા સરકારની પરવાનગી લેવી ફરજિયાત રહેશે.

સરકારે માર્ગદર્શિકા બહાર પાડી: કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે આર્ટીિફશિયલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મને AI મોડલ લોન્ચ કરતા પહેલા સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે. આ મામલે સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ AI જનરેટેડ કન્ટેન્ટ પર લેબલ લગાવવામાં આવશે જેથી તે ઓળખી શકાય કે તે AI જનરેટેડ કન્ટેન્ટ છે. આ ગેરમાર્ગે દોરનારા અને ડીપફેકને રોકવામાં મદદ કરશે.

જેમીની દ્વારા આપવામાં આવેલા ખોટા જવાબને લઈને વિવાદ વકર્યો હતો.

આ પગલું ગૂગલના જેમિની મોડલની પ્રતિક્રિયા બાદ આવ્યું છે જેમાં જેમિનીએ પીએમ મોદીને ફાસીવાદી કહ્યા હતા. અગાઉ ગૂગલ જેમિની પર જાતિવાદનો આરોપ લાગ્યો હતો. જો કે, ગૂગલે સ્પષ્ટ કર્યું છે કે ગૂગલ જેમિનીના તમામ જવાબો સાચા ન હોઇ શકે.. આવી સ્થિતિમાં, આ મોડેલનું લેબલિંગ હવે ભારત માં ફરજિયાત બનાવી દીધુ છે.

શુ છે ડીપફેક? 

ગત્ દિવસોમાં પત્રકાર અને સંશોધક અભિષેકે એક નકલી વીડિયો X (અગાઉ ટ્વિટર) પર શેર કર્યો હતો અને તેનો અસલી વીડિયો પણ શેર કર્યો હતો. તેણે કહ્યું છે કે આ વીડિયોમાં દેખાતી છોકરી બ્રિટિશ ઈન્ડિયન યુવતી ઝરા પટેલ છે. AI ની ડીપફેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રશ્મિકાનો ચહેરાને ઝરા પટેલ સાથે બદલવામાં આવ્યો હતો..

 

વાયરલ થઈ રહેલો આ વીડિયો એકદમ વાસ્તવિક લાગે છે. આ વિડિયોમાં અસલી અને નકલી વચ્ચેનો તફાવત કરવો ખૂબ જ મુશ્કેલ છે. રશ્મિકા ના નકલી વાયરલ વીડિયો પર ચિંતા વ્યક્ત કરતા અમિતાભ બચ્ચને લખ્યું છે કે, ‘કાનૂની દૃષ્ટિકોણથી આ એક મજબૂત કેસ છે.’ બિગ બી ઉપરાંત અભિનેત્રીના ચાહકો પણ આ વીડિયો પર કાયદાકીય કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આ ખરેખર ખૂબ જ ચિંતાજનક સ્થિતિ છે.’ બીજાએ લખ્યું કે ‘આના પર કેસ થવો જોઈએ.’ કોઈપણ વ્યક્તિ આ રીતે કોઈના ફોટાનો દુરુપયોગ કરી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है