રાજનીતિ

ગુજરાતના મુખ્યમંત્રીના નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 
માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં.
આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલશ્રીએ રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૧૦ અને રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા ૫ અને રાજ્યકક્ષાના ૯ પદનામિત મંત્રીશ્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં.
રાજ્યપાલશ્રી સમક્ષ કેબિનેટ મંત્રી તરીકે શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, શ્રી જીતેન્દ્રભાઇ વાઘાણી, શ્રી ઋષિકેશભાઇ પટેલ, શ્રી પૂર્ણેશકુમાર મોદી, શ્રી રાઘવજીભાઇ પટેલ, શ્રી કનુભાઇ દેસાઇ, શ્રી કિરીટસિંહ રાણા, શ્રી નરેશભાઇ પટેલ, શ્રી પ્રદીપભાઇ પરમાર, શ્રી અર્જુનસિંહ ચૌહાણએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.
જ્યારે રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી તરીકે શ્રી હર્ષભાઇ સંઘવી, શ્રી જગદીશભાઇ પંચાલ, શ્રી બ્રિજેશભાઇ મેરજા, શ્રી જીતુભાઇ ચૌધરી, શ્રીમતી મનીષાબહેન વકીલ એ શપથ ગ્રહણ કર્યા હતાં.
જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શ્રી મુકેશભાઇ પટેલ, શ્રીમતી નિમીષાબહેન સુથાર, શ્રી અરવિંદભાઇ રૈયાણી, શ્રી કુબેરભાઇ ડિંડોર, શ્રી કિર્તીસિંહ વાઘેલા, શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, શ્રી આર. સી. મકવાણા, શ્રી વિનોદભાઇ મોરડીયા અને શ્રી દેવાભાઇ માલમ એ શપથ ગ્રહણ કર્યા હતાં.
રાજભવનમાં કોવિડ પ્રોટોકોલના પાલન સાથે આ શપથવિધિ સમારોહ યોજાયો હતો. 
વાંચો કોને કયું ખાતું મળ્યું..?  નવા કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી (વડોદરા)- મહેસૂલ અને કાયદા, વૈધાનિક સંસદિય બાબતો,  જીતુભાઈ વાઘાણી (ભાવનગર)- શિક્ષણ મંત્રી,   ઋષિકેશ પટેલ (વિસનગર)-આરોગ્ય મંત્રી, જળસંપતિ અને પાણી પુરવઠો વિભાગ,  પૂર્ણેશ મોદી (સુરત પશ્ચિમ)- માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડન, પ્રવાસ અને યાત્રાધામ ખાતું,  રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય)-કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન વિભાગ,  કનુભાઈ દેસાઈ (પારડી-વલસાડ)- નાણા મંત્રાલય વિભાગ,  કિરિટસિંહ રાણા (લીંબડી)- વન પર્યાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જ, છાપકામ, સ્ટેશનરી, નરેશ પટેલ (ગણદેવી-નવસારી) ને  વન પર્યાવરણ આદિજાતી વિભાગ,  પ્રદીપ પરમાર (અસારવા-અમદાવાદ) ને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,  અર્જુનસિંહ  ચૌહાણ (મહેમદાવાદ) ને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ ની જવાબદારી શોપવામાં આવી હતી.

રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)

હર્ષ સંઘવી (મજૂરા-સુરત)- ગૃહ રાજ્ય મંત્રી, રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃિત પ્રવૃતિઓ,  જગદીશ પંચાલ (નિકોલ, અમદાવાદ)-કુટિર ઉદ્યોગ ખાતું,  બ્રિજેશ મેરજા (મોરબી)-શ્રમ રોજગાર વિભાગ, જીતુભાઈ ચૌધરી (કપરાડા,વલસાડ)- કલ્પસર અને  મત્સ્યોદ્યોગ વિભાગ, મનિષા વકીલ (વડોદરા શહેર)- મહિલા બાળ કલ્યાણ વિભાગ.

 

રાજ્ય કક્ષાના મંત્રી:

મુકેશ પટેલ (ઓલપાડ, સુરત)- કૃષિ અને ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગ,  નિમિષા સુથાર (મોરવા હડફ, પંચમહાલ)- આદિજાતી વિકાસ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતું,  અરવિંદ રૈયાણી (રાજકોટ)- વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડન, પ્રવાસન વિભાગ,  કુબેર ડિંડોર (સંતરામપુર, મહીસાગર)- ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વૈધાનિક અને સંસદીય બાબતો,  કીર્તિસિંહ વાઘેલા (કાંકરેજ, બનાસકાંઠા) પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગ,  ગજેન્દ્રસિંહ પરમાર (પ્રાંતિજ, સાબરકાંઠા)- અન્ન નાગિરક પુરવઠા વિભાગ,   રાઘવજી મકવાણા (મહુવા, ભાવનગર)- સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ,  વિનુ મોરડિયા (કતારગામ, સુરત)- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ ખાતું,  દેવાભાઈ માલમ (કેશોદ, જૂનાગઢ)- પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગ,

એમ કુલ 24 પ્રધાનોનો નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે. મંત્રીઓને ઉપરોક્ત  ખાતની ફાળવણી કરવામાં આવી છે. ગ્રામીણ ટુડે ન્યુઝ તરફથી સર્વેને ખુબ ખુબ અભિનંદન. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है