
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
સોનગઢ રેલવે ક્રોસીંગ પર વાહન-વ્યવહારને ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું:
વ્યારા: તાપી જિલ્લાના સોનગઢમાં આવેલ રેલવે લેવલ ક્રોસિંગનું રીપેરીંગ કામગીરી ચાલુ હોઈ આ રેલવે ક્રોસીંગ પરથી પસાર થતા જાહેર જનતાને અવર જવર માટે કોઈ અડચણ ન પડે તે માટે રસ્તાને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જે મુજબ રેલ્વે ક્રોસીંગ નં. 58નું રીપેરીંગ કામ ચાલી રહેલ હોવાથી સદર રસ્તા પરના વાહનોની અવર જવર બંધ કરી વાહન વ્યવહાર હવે અંડર બ્રીજ નં.82 ઉપર ડાયવર્ટ કરવામાં આવેલ છે.
સાથે નવા ખરીદતાં વાહન માલિકો જોગ: તાપી જિલ્લામાં વાહન માલિકો માટે ગોલ્ડન અને સિલ્વર નંબરોની ઇ-ઓક્શન શરૂ:
વ્યારા: તાપી જિલ્લાના વ્યારા સ્થિત એ.આર.ટી.ઓ દ્વારા ફોર વ્હિલર (LMV) વાહનોના પસંદગીના નંબરો માટે ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન ઇ-ઓક્શન શરૂ કરવામાં આવેલ છે જે મુજબ કચેરીમાં મોટર સાયકલ માટે GJ -26- AA, Q, R, S, AC તેમજ ફોર વ્હીલર માટેના નંબર માટેની સીરીઝ GJ -26- AB (RE-AUCTION) માટે શરૂ કરવામાં આવનાર છે. આ હરાજીની અરજી તા.19/03/2021 સુધી ઓનલાઈન કરવાની રહેશે. જેમાં http://parivahan.gov.in//fancy પર ઓનલાઈન ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરી ઇચ્છુક વાહન માલિકો ભાગ લઈ શકશે. (ઇ-ઓક્શન) હરાજીનું બિડિંગ તા.20/03/2021 થી તા.23/03/2021ના રોજ બપોરે 15.00 દરમિયાન ઓપન થશે. તથા તા.24/03/2021ના રોજ ફોર્મ કચેરીએ જમા કરવાના રહેશે. અરજદારોએ ઉપરોક્ત દર્શાવેલ વેબસાઈટ ઉપર જઈને સી.એન.એ ફોર્મ વાહન ખરીદીના સાત દિવસમાં ઓનલાઈન ભરવાનું રહેશે. વાહન સેલ લેટરમાં સેલ તારીખથી 60 દિવસના અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લઈ શકશે તથા સમયમર્યાદાની બહારની અરજીઓ રદ કરવામાં આવશે.