
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જિલ્લાનો ક્રિકેટર વિશાલ પાઠકે ત્રીજા વર્ષે પણ ઇકો ફેન્ડલી શ્રીગણેશ ની સ્થાપના પોતાના ઘરે કરી;
પ્રકૃતિ અને પર્યાવરણ ને પણ નુકસાન ન પહોંચે ” હું તો મારા ઘરે માટી ની પ્રતિમા ની જ સ્થાપના કરું છું અને વિસર્જન પણ ઘરે જ મોટા ટબ માં કરું છું જેથી તે માટી નો ફૂલ છોડ ના કુંડા માં ફરી પણ ઉપયોગ થાય અને તે હું કરું છું ” દરેક વ્યક્તિ ને મારો અનુરોધ છે કે માટી ની શ્રી ગણેશની પ્રતિમા ની જ સ્થાપના કરવી જોઈએ તેમ વિશાલ પાઠકે જણાવ્યું હતું.
રાજ્ય સરકાર ની જાહેરાતનું મોટું ઉદાહરણ પૂરું પડતો નર્મદા જિલ્લાનો ક્રિકેટર વિશાલ પાઠક તેમના ઘરે છેલ્લા 3 વર્ષ થી ઇકો ફ્રેન્ડલી એટલે કે માટી ના શ્રી ગણેશજી ની પ્રતિમા નું સ્થાપના કરવામાં આવે છે, દર વર્ષ ની જેમ અલગ અલગ ડેકોરેશન કરી ને પ્રતિમા નું વિધિ પ્રમાણે સ્થાપના કરવામાં આવે છે, ત્રીજા દિવસ માટે વિશાલ પાઠકના ઘરે ભગવાન શ્રી ગણેશ આતિથ્ય માણવા માટે આવે છે, વિશાલ પાઠક જણાવે છે કે જ્યારે થી ભગવાન નું આગમન મારા ઘરે થયું છે ત્યારે થી ઘરમાં ખૂબ ખુશી થી જીવન ચાલી રહ્યું છે ભગવાન શ્રી ગણેશ ના આશીર્વાદ થી સુખી સંપન્ન જીવન ગુજારી રહ્યા છે વિશાલ પાઠક જણાવે છે કે દરેક વ્યક્તિ એ અને મોટા મોટા ગણેશ મંડળ દ્વારા પણ માટીની મૂર્તિ ની જ સ્થાપના કરવી જોઈએ જેથી પ્રકૃતિ ને પણ નુકસાન ન પહોંચે ” હું તો મારા ઘરે માટી ની પ્રતિમા ની જ સ્થાપના કરું છું અને વિસર્જન પણ ઘરે જ મોટા ટબ માં કરું છું જેથી તે માટી નો ફૂલ છોડ ના કુંડા માં પણ ઉપયોગ થાય અને તે હું કરું છું ” દરેક વ્યક્તિ ને મારો અનુરોધ છે કે માટી ની શ્રી ગણેશની પ્રતિમા ની જ સ્થાપના કરો.