
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
હડતાળ,આવેદન બાદ સિવિલ સર્જન જ્યોતિ ગુપ્તા એ અંગત રસ દાખવી ગાંધીનગર રજુઆત કરતા બે મહિના નો પગાર મળ્યો:
રાજપીપળા : નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલ ના 150 જેવા આઉટ સોર્સ કર્મચારીઓને નવેમબર અને ડિસેમ્બર મળી બે માસનો પગાર ન મળતા થોડાક દિવસ પર આ તમામ કર્મચારીઓ એ હડતાળ ની ચીમકી આપી નર્મદા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું, ત્યારબાદ સિવિલ સર્જન જ્યોતિ ગુપ્તા એ કર્મચારીઓ ની તરફેણ માં અંગત રસ દાખવી ગાંધીનગર નિયામક ને પત્ર લખી અહીંની સ્થિતિ બાબતે જાણ કરી તમામ આઉટ સોર્સ કર્મચારીઓ ને જૂની પદ્ધતિ મુજબ પગાર કરવાની રજુઆત કરતા આજે તમામ આઉટ સોર્સ કર્મચારીઓ ને બે મહિનાનો બાકી પગાર મળતા રાહત થઈ હતી.આમ સિવિલ સર્જને અંગત રસ દાખવતા કર્મચારીઓ કર્મચારીઓમાં ખુશી જોવા મળી હતી.