
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં મહુડાનાં ફૂલ વીણી રોજી કમાતા આદિવાસીઓ:
દેડીયાપાડા: હાલ મહુડાનાં ફૂલ પડવાની સિઝન ચાલી રહી છે, જેને લઇને આદિવાસી વિસ્તાર ધરાવતો દેડીયાપાડા તાલુકો જેમાં આદિવાસી બંધુઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે પોતાની આજીવિકા રડી રહેતા આદિવાસીઓ બજારમાં 1 કિલોના ભાવ 50 થી 60 રૂપિયા મેળવી રહ્યા છે.
વહેલી સવારથી પોતાના કુટુંબ સાથે મહુડાનાં વૃક્ષ નીચે બેસીને ફૂલ પડવાની રાહ જોઈ ને બેશે છે, તેમજ ત્યાંજ ભોજન પાણી કરી ફૂલો વીણી એકઠા કરતા હોય છે.
મહુડો એ એક ભારતીય ઉષ્ણકટિબંધીય વૃક્ષ છે. મહુડાનું વૈજ્ઞાનિક નામ મધુકા લોંજીફોલિઆ છે. મહુડો ઝડપથી વૃદ્ધિ પામતું વૃક્ષ છે, જે લગભગ ૨૦ મીટર જેટલી ઊઁચાઈ સુધી વધી શકે છે. એના પાંદડાંઓ સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન લીલાંછમ રહેતાં હોય છે, અને આ વૃક્ષ વૈજ્ઞાનિક વર્ગીકરણ પ્રમાણે સપોટેસી કુળમાં આવે છે. આ ઝાડ શુષ્ક પર્યાવરણને અનુકૂળ ઢળી ગયું છે. મધ્ય ભારતના ઉષ્ણકટિબંધીય પાનખરના વનોમાં જોવા મળતાં વૃક્ષોમાંનું એક મુખ્ય ઝાડ છે.
ઉષ્ણકટિબંધિય ક્ષેત્રોમાં મહુડાના ઝાડનો ઉછેર એનાં તૈલી બીજ, ફૂલો અને લાકડાં મેળવવા માટે કરવામાં આવે છે. કાચાં ફળોમાંથી શાક પણ બનાવવામાં આવે છે. પાકી ગયેલાં ફળોનો ગર ખાવામાં મીઠો લાગતો હોય છે. પ્રતિ વૃક્ષ એના આયુષ્ય અનુસાર વાર્ષિક ૨૦થી ૨૦૦ કિલો વચ્ચે બીજનું ઉત્પાદન કરી શકતું હોય છે. મહુડાની ડોળી (બીજ)ના તેલનો ઉપયોગ ત્વચાની દેખભાળ, સાબુ અથવા ડિટર્જન્ટ બનાવવા માટે, અને વાનસ્પતિક માખણના રૂપમાં કરવામાં આવે છે. ઈંધણ તેલના રૂપમાં પણ તેનો ઉપયોગ થાયય છે. તેલ કાઢ્યા બાદ વધેલા ખોળનો ઉપયોગ જાનવરોના ખાવા માટે અને ખાતર તરીકે કરવામાં આવે છે. ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં તેના ફૂલોમાંથી દેશી દારૂ, કે જેને મહુડો તરીકે ઓળખવામાં આવે છે તે બનાવવામાં આવે છે. તેની છાલ અને અન્ય અંગો ઔષધિય ગુણ ધરાવે છે. કેટલાય આદિવાસી સમુદાયોના લોકોમાં આ વૃક્ષની ઉપયોગિતાના કારણે એને પવિત્ર માનવામાં આવે છે.