પર્યાવરણમારું ગામ મારાં ન્યુઝ

તાપીમાં વ્યારા, સોનગઢ ખાતે વિશ્વ ૫ર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જીલ્લામાં વ્યારા, સોનગઢ ખાતે વિશ્વ ૫ર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી;

પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે સૌ નાગરિકો સંકલ્પબદ્ધ બને તે માટે કલેકટરશ્રી આર.જે.હાલાણીનો અનુરોધ

તાપી જિલ્લાને હરિયાળો બનાવવા અંદાજીત બે થી ત્રણ હજાર હેકટરમાં દર વર્ષે વૃક્ષારોપણ કરવામાં આવે છે. જેમાં પર્યાવરણની સમતુલા જાળવતા વિવિધ વૃક્ષો સહિત આયુર્વેદને લગતા ફુલછોડ રોપવામાં આવે છે. સ્થાનિક લોકોને રોજીરોટી પણ મળી રહે તેવુ વનવિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું.


 વ્યારા-તાપી: સમગ્ર વિશ્વમાં ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે ત્યારે પર્યાવરણ જતન અને સંરક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા સધન કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે કલેકટર આર.જે.હાલાણીની અધ્યક્ષતા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સૂરજભાઈ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયા,નાયબ વન સંરક્ષકશ્રી આનંદકુમારની ઉપસ્થિતિમાં જનરલ હોસ્પિટલ વ્યારા, સોનગઢના મહારાજા અગ્રસેન ભવન અને શ્રીજી ગોપાલ ગૌશાળા ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કલેકટરશ્રી આર.જે.હાલાણીએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, સૌ નાગરિકો વધુ વૃક્ષ વાવી સંકલ્પબદ્ધ બને એ આજના સમયની તાતી જરૂરિયાત છે. સંયુકત રાષ્ટ્રસંઘ યુ.એન. દ્વારા “ઇકોસીસ્ટમ રીસ્ટોરેશન” આ વર્ષને જાહેર કરવામાં આવ્યુ છે એ સંદર્ભે પણ રાજ્ય સરકાર દ્વારા અસરકારક આયોજન કરાઇ રહ્યુ છે. ઓક્સિજન માટે ઉપયોગી એવા લીમડો,પીપળો,ગુલમહોર જેવા વૃક્ષો સાથે તુલસી,અરડુસી જેવા ઔષધિય રોપાઓ ઉછેર કરવો જોઈએ. વન વિભાગ દ્વારા તાપી જિલ્લાની ઈકો ટુરિઝમ સાઈટને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનને સાર્થક બનાવીએ. તથા પર્યાવરણના જતન માટે સૌએ પ્રયત્ન કરવા જોઇએ.
નાયબ વન સંરક્ષકશ્રી આનંદકુમારે જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં જંગલોનો વ્યાપ વધે તે માટે દર વર્ષે બે થી ૩ હજાર હેકટર વિસ્તારમાં લાખો વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. જેમાં પર્યાવરણની સમતુલા જળવાય તે પ્રકારના વૃક્ષો વાવવામાં આવે છે. તાપી જિલ્લામાં સૌથી વધુ સાગ,ખેર,વાંસ,મહુડો,બીયો,સાદળ,સિસમ જેવા વૃક્ષો આવેલા છે. હાલમાં જ કોરોનાની અસરને કારણે લોકો પર્યાવરણના જતન તરફ વળ્યા છે. ત્યારે આપણાં સ્વાસ્થ્યવર્ધક રોપાઓ ઉછેરી તંદુરસ્ત બનીએ.સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તેવો વનવિભાગનો ઉદ્દેશ્ય છે.
આજરોજ તાપી જિલ્લાના વ્યારા જનરલ હોસ્પટલ ખાતે કલેકટરશ્રી સહિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ઔષધિય વૃક્ષોના રોપાઓનું વિતરણ કરાવામાં આવ્યું હતું. શ્રીજી ગોપાલ ગૌશાળા ખાતે વિશ્વ ૫ર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે સોનગઢ મહારાજા અગ્રસેન ભવન ખાતે અગ્રવાલ સમાજ દ્વારા રેઇનવોટર હાર્વેસ્ટીંગનું લોકાર્પણ કલેકટરશ્રી હાલાણી સહિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયા, નાયબ પોલિસ અધિક્ષક આર.એલ.માવાણી, સોનગઢ મામલતદાર જે.વી.પટેલ, સોનગઢ નગરપાલિકા ચીફ ઓફિસર પૂર્વી પટેલ, અગ્રવાલ સમાજ, ગૌશાળાના અગ્રણિઓ અને વનવિભાગના અધિકારી/કર્મચારીઓ સામાજીક અંતર જાળવીને ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है