
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગનાં ગડદ ગામે વીજ કરંટથી બે ના મોત:
દિનકર બંગાળ, ડાંગ : ડાંગ જિલ્લામાં સામાન્ય વરસાદમાં જ અધિકારીઓનુ પાણી મપાય રહ્યુ છે. વર્ષ દરમિયાન કરેલા કાળા કામોનો ભોગ જિલ્લાની ભોળી જનતા બની રહી છે. એવોજ ભોગ બનવાના કિસ્સામા બે નાગરિકોના GEB એ જીવ લીધાની ઘટના બનવા પામી છે.
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ ગડદ ગામે એક વીજ પોલમાંથી કરંટ લાગવાની ઘટના બનતા યુવાન સંતોષભાઈ કાલિદાસભાઈ ગાંગુર્ડે અને મહિલા શાંતાબેન કિશનભાઈ નિકુમનું કરૂણ મોત થયું. જિલ્લામાં આ બીજો બનાવ છે. પહેલા પણ કરંટ લાગવાનો બનાવ બની ચુક્યો છે જે ઘટનામાં પણ મોત થયું હતું. છતા ડીજીવીસીએલ વિભાગ જાગતુ નથી. ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોક અને રોષની લાગણી ફેલાઈ છે. આ ઘટના બાદ, ડાંગ જિલ્લા બહુજન સમાજ પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને મૃતકોના પરિવારને ૧૫ દિવસની અંદર યોગ્ય વળતર આપવા અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે કડક માંગણી કરી છે. જો આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો, ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.