
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર નવસારીના સયુંકત ઉપક્રમે નારી સંમેલન વાંસદા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી. આર. પાટીલની અધ્યક્ષતામાં નારી સંમેલન વાંસદાના ગાંધી મેદાન ખાતે યોજાયો હતો,
નારી સંમેલનમાં વાંસદા ખાતે ખુબ વિશાળ મોટી સંખ્યામાં જિલ્લાના સરકારી કર્મચારીઓ, ભાજપના પદાધિકારીઓ, તથા વાંસદા તાલુકાના અને જિલ્લા, તાલુકા, અને ગુજરાત પ્રદેશ માંથી નિમણુંક પામેલી મહિલાઓ, જિલ્લાની અનેક શાળાઓ માંથી વિદ્ધાર્થીનીઓ, આંગણવાડીની મહિલાઓ તથા વિવિધ ખાતાઓ માંથી મહિલા કર્મચારીઓ ની મોટી સંખ્યામાં સી. આર. પાટીલ લોક લાડીલા સંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં જિલ્લાનો નારી સંમેલન વાંસદા ખાતે યોજાયેલ તેમાં સાથે વલસાડ ડાંગ જિલ્લાના સંસદ ર્ડો. કે. સી. પટેલ અને હાલ આદિજાતિના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતતી વિશેષ રહી હતી અને નારી તું નારાયણી નારી મહિલાઓ માટે સરકાર તરફ થી અનેક યોજનાઓ વિશે ચર્ચા કરી અને કુપોષણ વિશે માહિતી આપી હતી.
વાંસદા ગ્રામ પંચાયતની ચૂંટાયેલા મહિલા સભ્યો દ્વારા સ્વાગત કરાયું હતું. તથા વિવિધ જિલ્લાની શાળામાંથી આવેલ વિદ્ધાર્થીનીઓ એ કરાટે ચેમ્પિયન દાવો, સેલ્ફ ડિફેન્સ, સ્નેહા પ્રોજેક્ટ દ્વારા નારી શક્તિનું પ્રદર્શન કરાયું હતું. યુક્રેનમાં ફસાયેલાં વિદ્યાર્થીઓ ને તમામને ભારત લાવેલા વડાપ્રધાનની કામગીરીને બિરદાવી હતી અને ઉચ્ચ શિક્ષણની ચિંતા વ્યક્ત કરી હતી. વિવિધ યોજના માંથી વિદ્યાર્થીની ઓને પ્રમાણ પત્ર આપ્યું હતું.
સાથે આજના કાર્યક્રમ માં પોતાનાં વક્તવ્ય માં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ અને પ્રમુખશ્રી સી. આર. પાટીલ દ્વારા આદિવાસી પ્રજાને ગૈરમાર્ગે દોરી ઉપયોગ કરી ઉશકેરવાનાં પ્રયાસ કરતાં ચીખલી વાંસદા ના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને કોંગ્રેસ પર આંકરા પ્રહારો કર્યા હતાં.