
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ભૂતબેડા ગામે બે ચેકડેમ સંદર્ભે પ્રસિધ્ધ થયેલા ચેકડેમ વિષેના અહેવાલ અંગે તાલુકા વિકાસ અધિકારીશ્રીની જરૂરી સ્પષ્ટતા;
દેડીયાપાડા તાલુકાના તાબદા ગ્રામ પંચાયતના ભૂતબેડા ગામે બે ચેકડેમ બન્યા ન હોવા છતાં ઓનલાઇન દર્શાવ્યા અંગે પ્રસિધ્ધ થયેલા એ અખબારી અહેવાલ અંગે દેડીયાપાડા તાલુકા પ્રોગ્રામ ઓફિસર એમ.જી.એન. આર.ઇ.જી.એ.-વ- તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે, ભૂતબેડા ગામે શ્રી અમરસિંગભાઇ કુંવરજીભાઇ વસાવાના અને શ્રી બાબુભાઇ કોટવાલના ખેતર પાસે મંજૂર થયેલા બે ચેકડેમની તાંત્રિક તેમજ વહિવટી મંજૂરી તા.૦૭/૦૨/૨૦૨૨ ના રોજ લેવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ સદર કામના સ્થળો પર ગ્રામ પંચાયત કક્ષાએથી કરવામાં આવેલ જાણ મુજબ વિવાદિત પ્રશ્નો ઉપસ્થિત થવાને લીધે તથા સદર કામોની તાંત્રિક તેમજ વહિવટી મંજૂરી મળ્યાં બાદ નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનાં થતાં હોઇ, ઉપરોક્ત બંને ચેકડેમો ગ્રામ પંચાયત કક્ષાની તા.૦૮/૦૨/૨૦૨૨ ની રજૂઆત અને ઠરાવ મળ્યાં સંદર્ભે સદરહું બંને ચેકડેમોના કામ સ્થળ ફેરફાર કરી અનુક્રમે શ્રી ઇશ્વરભાઇ જાતરીયાભાઇનાં ખેતર અને શ્રી સુકલાલભાઇ સોનજીભાઇનાં ખેતર પાસે બનાવવામાં આવેલ છે. જે અંગે ગ્રામ પંચાયત કક્ષાએથી મળેલ કામ પૂર્ણ થયા બાદનું પ્રમાણપત્ર મળ્યાં બાદ સદરહું બંને ચેકડેમ ઓનલાઇન કરવામાં આવેલ છે,
ઉપરોક્ત બંને કામોની તાંત્રિક તેમજ વહિવટી મંજૂરી તા.૦૭/૦૨/૨૦૨૨ ના રોજ મળેલ હોય, ત્યારબાદ ગ્રામ પંચાયત કક્ષાની તા.૦૮/૦૨/૨૦૨૨ ની રજૂઆાત મળેલ હોય ઓનલાઇન વિગતોમાં પ્રાથમિક દર્શાવવામાં આવેલ માહિતી જણાઇ આવે છે. તેમ પણ તેઓશ્રી તરફથી ઉપરોક્ત સ્પષ્ટતામાં વધુમાં જણાવાયું છે.