
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
પોષણ અભિયાન અંતર્ગત નિઝર અને ઉચ્છલની બહેનોના આહારમાં વિવિધતાના મહત્વ અંગે સમજ કેળવવામાં આવી:
વ્યારા-તાપી: સમગ્ર રાજ્યમાં આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા તા. ૧ સપ્ટેમ્બર થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન પોષણ માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લામાં તાજેતરમાં આઈ.સી.ડી.એસ નિઝર અને ઉચ્છ્લ દ્વારા પોષણ માસ-૨૦૨૧ અંતર્ગત તાલુકાની તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે સગર્ભા, ધાત્રી અને કિશોરીને પોષણયુક્ત વાનગી તેમજ આહારમાં વિવિધતાના મહ્ત્વ અંગે સીડીપીઓ તથા આરોગ્યના કર્મચારીઓ દ્વારા સમજ આપવામાં આવી હતી.
ઉચ્છલ ઘટકમાં ભડભુંજા પી.એચ.સી ખાતે અતિકુપોષિત બાળકોનું સ્ક્રીનિંગ અને આંગણવાડીમા વેક્સિનેશન અંગેનુ આયોજન કરવામાં આવ્યુ તથા જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા કુપોષિત બાળકોને ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સગર્ભા માતાઓ, બાળકો અને કિશોરીઓને પોષણ માટે જાગૃતિ આવે તેવા શુભ આશયથી “સહી પોષણ દેશ રોશન”ના થીમ દ્વારા આંગણવાડીઓ દ્વારા નિયમિત પોષણ આહાર આપવામાં આવે છે. તાપી જિલ્લામાં પોષણ માહ દરમિયાન વિવિધ વિભાગોના સંકલનથી અનેકવિવિધ પ્રવુત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે.