
શ્રોત: ગ્રામીણ ટૂડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
વિજલપોર પોલીસ મથકે થી રફુચક્કર થયેલ ચોર ભાગેલ છે કે ભગાડવામાં આવ્યો??? તેવી શંકા સેવાઈ રહી છે
થોડા દિવસો પુર્વ વિજલપોર પોલીસ મથકે સુનીલ દુબે નામક ઈસમ ની ચોરીના ગુના માં ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ મથકે થી આરોપી આખા વિજલપોર પોલીસ ની નાક નીચેથી છુ મંતર થઇ જતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો હતો:
જેમા વિજલપોર પોલીસ મથકે પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ગોસ્વામી સાહેબ દ્વારા એક નિવેદન જાહેર કરી પોલીસ ની બેદરકારી છાવરી ને પોલીસ તંત્ર નો આ બાબતે લુલો બચાવ કરવામાં આવ્યું જેમા આરોપી ને ફક્ત પુછપરછ માટે પોલીસ મથકે લઈ આવ્યો હોવાની માહિતી આપવામાં આવી હતી,
પરંતુ આ વિષયમાં અન્ય મળતી માહિતી કંઈક અલગ દિશામાં ઈશારો કરે છે આ સુનીલ દુબે નામક આરોપી ની એક્ટિવા બાઈક પોલીસ મથકે હતી તે ક્યાં ગઈ??
આજ એક્ટિવા બાઈક ચોરી મા વપરાતી હોય તેવા સીસીટીવી ફૂટેજ મા જોવા મળી હતી તેમજ આરોપી નો મોબાઈલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું તે મોબાઇલ ક્યાં છે???
જેમા કોન્ટેક્ટ ના આધારે તેના સંપર્કમાં આવેલ અન્ય લોકો વિશે જાણકારી મળી શકે છે???તેમજ આરોપી એ પાંચ ચોરીના ગુના કબૂલ કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી જેમા નવસારી ટાઉન પો.સ્ટે મા એક વિજલપોર પો.સ્ટે મા બે અને ગણદેવી પો.સ્ટે મા બે આમ પાંચ ચોરીના ગુના કબૂલ કર્યા હતા તેવી માહિતી જાણવા મળી છે, વિજલપોર મા ચાલતી ચર્ચા મુજબ આરોપી ને ફરાર કરાવ્યો હોવાની શંકા સેવાઈ રહી છે!
જેનુ કારણ આરોપી ના ઉપર બેઠેલા માસ્ટર માઇન્ડ એટલે કે મુખ્ય સૂત્રધાર ના બચાવ મા આ ગેમ ગોઠવવામાં આવી છે તેવી ચર્ચા લોક મુખે ચાલી રહી છે આ આરોપીની ધરપકડ થી મુખ્ય સૂત્રધાર નો પર્દાફાશ થવાની સંભાવના રહેલી હોય જેથી લાખો રૂપિયા નો વહીવટ કરી આરોપી ને પોલીસ મથકે થી ફરાર કરાવ્યો હોવાની લોકચર્ચા ચાલી રહી છે,
હવે નવસારી જિલ્લાના નવા એસ પી સાહેબ આ બાબતે વધુ તપાસ હાથ ધરે તો સાચી હકીકત સામે આવી શકે તેમ છે, કે પછી આ મામલે ભીનું સંકેલાય જશે?