
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં યોગ શિક્ષણ,આરોગ્ય સુખાકારી અને દેશી રમતોની તાલીમ શિબિર યોજાઈ.
વ્યારા: તાપી જિલ્લામાં ગાંધી વિદ્યાપીઠ વેડછી મુકામે GCERT ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ DIET તાપી ના સહયોગથી તા.૨૮/૧૨/૨૦૨૧ થી તા.૩૦/૧૨/૨૦૨૧ દરમિયાન તાપી જિલ્લાના શિક્ષકો માટે યોગ શિક્ષણ, આરોગ્ય સુખાકારી અને દેશી રમતોની તાલીમ શિબિર યોજાઈ હતી.
આજના ટેકનોલોજીના યુગમાં આપણાં દેશની પૌરાણિક યોગવિદ્યા, આરોગ્ય સુખાકારી તેમજ દેશી રમતો વિસરાઈ રહી છે ત્યારે જુદા જુદા કુલ ૧૩ તજજ્ઞોએ આ તાલીમાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.. તાપી જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના કુલ ૧૫૬ જેટલા સારસ્વત ભાઈઓ-બહેનો તેને ટકાવવા મથામણ કરી હતી.
તાલીમ દરમિયાન પ્રાણાયામ,મુદ્રાઓનુ; ડેમો દ્વારા નિદર્શન તેના ફાયદાઓ તજજ્ઞો દ્વારા જણાવાયા હતા જ્યારે ગિલ્લીદંડા, ગોફણ, લખોટા, રીલે, ગિલ્લોલ, લેડરની રમતો, રસ્સાખેંચ, પેરાશૂટ દોડ, વર્ગખંડ રમતો માઈન્ડ ગેમ જેવી અનેકવિધ દેશી રમતો રમાડવામાં આવી હતી.
જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી, DIET પ્રાચાર્ય ડો.વાય.કે.પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.બી.પરમારે તાલીમ દરમિયાન મુલાકાત લીધી હતી. ગાંધી વિદ્યાપીઠ વેડછી બી.આર.એસ.કોલેજના પ્રિન્સિપાલ અને શિબિરના ઉદઘાટક અર્જુનભાઈ ચૌધરી, તેમજ DIET લેકચરર તાપી રાજેશભાઈ ચૌધરી, સુરત ચિરાગભાઈ સેઈલર, ડો.અંજનાબેન ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં તાલીમનો પ્રારંભ કરાયો હતો.