
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
દહેજ નજીકના અટાલી ગામની સીમમા ચાલતા કેમિકલ ચોરીના કૌભાંડનો ભેદ ઉકેલી કેમિકલ ચોરી કરતી ગેંગના એક સભ્યને ચોરી કરેલ કેમિકલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૪૨,૩૨,૮૩૪/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજય ગાંધીનગર નાઓ તરફથી રાજયમાં ગે.કા રીતે થતી કેમિકલની ચોરી તથા ડુપ્લીકેટ બાયો ડીઝલના ઉત્પાદન તથા વેચાણ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા જણાવવામા આવેલ હોય ઇન્ચાર્જ પોલીસ મહાનિરિક્ષકશ્રી એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ,વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી ભરૂચ જીલ્લામાં ગેરકાયદેસર રીતે કેમિકલ ચોરી કરી ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતા ઇસમો બાબતે હકીકત મેળવી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ,
આ સુચના અનુસંધાને શ્રી જે.એન.ઝાલા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.ભરૂચ નાઓ માર્ગદર્શન હેઠલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ ના પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામા આવેલ દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટરશ્રી એલ.સી.બી ભરૂચ નાઓને ગઇકાલ તા-૦૯/૦૯/૨૦૨૧ ના રોજ બાતમી હકીકત મળેલ કે દહેજ જી.આઇ.ડી.સી નજીક આવેલ અટાલી ગામની સીમમાં આવેલ સ્કીલ અપગ્રેડેશન સેન્ટર ના બંધ બિલ્ડીંગના કંપાઉન્ડમાં રાત્રીના સમયે અટાલી ગામનો ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દ્રો જયસિંહ ચાવડા તેના માણસો મારફતે દહેજ જી,આઇ.ડી.સી મા જતા આવતા ટેન્કરો માંથી કેમિકલ ચોરીનું કામકાજ કરી રહેલ છે જે મળેલ હકીકત આધારે લોક્લ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ દ્વારા વોચમા રહી ગઇકાલ રાત્રીના સમયે ઉપરોકત જગ્યાએ ટૅન્કર માંથી કેમિકલની ચોરી પ્રવૃત્તિ ચાલતી હતી તે દરમ્યાન દરોડા પાડી એક ઇસમને ચોરી કરતા રંગે હાથ ઝડપી પાડવામાં આવેલ અને કેમિકલ ભરેલ ટેન્કર તથા ચોરી કરેલ મેળવેલ કેમિકલ ભરેલ બેરલો તથા બોલેરો પીકઅપ ગાડી તેમજ કેમિકલ ચોરી કરવાની સાધન સામગ્રી સહીત કુલ રૂપીયા ૪૨,૩૨,૮૩૪/- ના મુદ્દામાલ સાથે ગેંગના એક સભ્યને ઝડપી પાડી તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપી તથા દરોડા દરમ્યાન અંધારા નો લાભ લઇ નાસી જનાર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી દહેજ પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે અને નાસી જનાર આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા પ્રયત્નો હાથ ધરવામા આવેલ છે.
હસ્તગત કરેલ આરોપી:
(૧) સરફરાજ મોહંમદ હસન દિવાન હાલ રહેવાસી સાલેહપાર્ક પાલેજ જી.ભરૂચ મુળ રહેવાસી કનગામ તા.જંબુસર જી.ભરૂચ
વોન્ટેડ આરોપીઓ:
(૦૧) ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દ્રી જયસિંહ ચાવડા રહેવાસી અટાલી તા.વાગરા જી.ભરૂચ,
(૦૨)સત્તાર ઉર્ફે સમીર મલંગશા દિવાન રહે- પાલેજ જી.ભરૂચ
(૦૩) કનુભાઇ જોગરાણા રહે- વડોદરા
(૦૪) ખલીલ ઇસ્માઇલ દિવાન રહે.- પાલેજ જી.ભરૂચ
(૦૫) ઐયુબ ગજ્જુ રહે.-જોલવા તા-વાગરા (૦૬) ટેન્કર નંબર GJ-12-A7-721.5નો ડ્રાઇવર જેનું નામ સરનામુ જણાઇ આવેલ નથી,
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ:
ટેન્કર નંબર GJ-12-AZ-7215માં ભરેલ ૨૪.૮૦૨ મેટ્રીક ટન ફીનોલ કેમિકલ કિંમત રૂપીયા ૨૯:૦૧૮૩૪/- તથા ટેન્કરમાંથી ચોરી કરી બેરલોમા ભરેલ ૪૦૦ લીટર ફીનોલ કેમિકલ તથા ટેન્કર તેમજ પીકઅપ વાન ,ઇલેકટ્રીક મોટર પાઇપ મોબાઇલ ફોન તેમજ ખાલી બેરલો તેમજ
અન્ય મુદ્દામાલ મળી કુલ મુદ્દામાલ:-૧. ૪૨,૩૨,૮૩૪/ કામગીરી કરનાર ટીમઃ
પો.સ.ઇ. પી.એસ.બરંડા, પો.સ.ઇ. એ.એસ ચૌહાણ તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા ઠંડા કનકસિંહ, હે.કો.ચંદ્રકાંતભાઇ, હે.કો.ચેતનસિંહ કો. ઉપેન્દ્રભાઇ,હે.કો.દિલીપકુમાર,હે.કો.જયરાજભાઇ, હે.કો.જોગેન્દ્રદાન,પો.કો.કિશોરસિંહ પો.કો.ફીરોઝભાઇ.પો.કો.દિપકભાઇ ભરૂચ એલ.સી.બી. દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે.