
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ખટામ ગામના વળાંક પાસે બોલેરો મેક્સ પીકઅપ અને મોટરસાઇકલ સવાર બે આશાસ્પદ યુવાનોના જીવ લીધાં;
પોલીસ સૂત્રો મુજબ તારીખ 23-5-2021 રવિવારના રોજ સવારે આશરે 10:45 કલાકે આ અકસ્માત સર્જાયો હતો.
ઘટના એ રીતે થઈ હતી કે બોલેરો મેક્સ પિકઅપ ગાડી નંબર MH-39-C-8923નો ચાલક પુર ઝડપે અને ગફલભરી રીતે વાહન હંકારી લાવી સામેથી આવતી મોટરસાઇકલ નંબર GJ-22-J-7730 ને અથાડી ને ચાલક ત્યાંથી નાસી છૂટયો હતો. મોટરસાયકલ પર સવાર માથાસર ઉપલા ફડિયા ગામના યુવાન અનિલભાઈ પુનિયાભાઈ વસાવા ઉંમર વર્ષ .18 અને સુનિલભાઈ મંગાભાઈ વસાવા ઉંમર વર્ષ 17 આ બંન્ને ને ગંભીર ઈજાઓ પોહચતા તેઓનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
ઘટના અંગે પુનિયાભાઈ બિડાભાઈ વસાવાએ બોલેરો મેક્સ પીકપ ના ચાલક વિરૂદ્ધ ડેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.