
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
ગઇ તા-૦૯/૧ ૧/૨૦૨૦ ના રોજ અંકલેશ્વર શહેર મા સર્કલ ત્રણ રસ્તા પાસેઆવેલ IIFL ગોલ્ડ લોન ફાઇનાન્સ ઓફીસમાં થયેલ લુંટ ના ગુના અનુસંધાને પોલીસ મહાનિરિક્ષક શ્રી હરીકૃણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી ગુનો શોધી કાઢવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સપેકટર શ્રી એલ.સી.બી ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી તથા એસ.ઓ.જી તેમજ પેરોલ ફેલ કોડ ના પોલીસ માણસોની અલગ-અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરેલ છે તે દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર શ્રી એલ. સી.બી ભરૂચ નાઓને બાતમી હકીકત મળેલ કે, અંકલેશ્વર ને. હા.-૪૮ ઉપર આવેલ હોટલ સિલ્વર સેવન ના પાર્કીંગમાં એક ટ્રક નંબર MH-18-M-8476 પાર્ક કરેલ છે જે ટ્રકમાં પ્લાસ્ટીકના કેરેટોનુ કવરીંગ કરી ટ્રકમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે, જે મળેલ બાતમી હકીકત આધારે ભરૂચ એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોડની ટીમે વોચ કરતા બાતમી હકીકત મુજબની ટ્રક મળી આવેલ હતી પરંતુ ટ્રક સાથે કોઇ હાજર ન હોય ટ્રક માં ૧ખાત્રી કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયર ના કુલ બોક્ષ નંગ-૪૬૫ જેમાં કુલ બોટલ/ટીન નંગ- ૨૦, ૫૪૪ જેની કિંમત રૂપીયા ૧૩,૩૮,૪૦૦/- નો જથ્થો મળી આવતા મળી આવેલ દારૂ તથા ટ્રક તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ કી.રૂ. ૧૮,૪૯,૪૦૦/- નો મુદ્દામાલ કાયદેસર કાર્યવાહી કરી કબજે કરેલ છે અને ટ્રક માલીક તથા ટ્રક ચાલક વિરૂધ્ધમા અંક્લેશ્વર શહેર પો.સ્ટે. માં ગુનો રજીસ્ટર કરવામા આવેલ છે.
કબજે કરવામાં આવેલ મુદ્દામાલ:
ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બનાવટ ના બોક્ષ નંગ-૪૬૫ જેમા ભરેલ કુલ બોટલો નંગ-૨૦,૧૪૪ જેની કી.રૂ.૧૩,૩૮,૪૦૦/- તથા ટ્રક નંબર- MH-18-M-8476 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા ૧૮,૪૯,૪૦૦/- નો મુદ્દામાલ.