
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ઝઘડીયા જી.આઇ.ડી.સી. ની બોસ્ટીક ઇન્ડિયા કંપની દ્વારા અભયા પ્રોજેક્ટ લોન્ચ કરાયો;
એ.આર.સી.એચ ફાઉન્ડેશન દ્વારા એમ ટી.એમ શાહ ગર્લ્સ હાઇસ્કુલને ૫૦૦ વિદ્યાર્થીનીઓને પ્રોજેક્ટનો લાભ આપવામાં આવ્યો;
ઝઘડીયા જીઆઇડીસી માં આવેલ બોસ્ટીક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા તેની સીએસઆર એક્ટિવિટી હેઠળ ઝઘડીયા જીઆઈડીસી ની આજુબાજુના ગામોમાં ગ્રામજનોની પ્રાથમિક જરૂરિયાત જેવી કે આરોગ્ય, શિક્ષણ વગેરે પર સીએસઇઆર એક્ટિવિટી હેઠળ વિકાસના કામો કરવામાં આવે છે. બોસ્ટીક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અભયા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો.
એ.આર.સી.એચ ફાઉન્ડેશન ના માધ્યમથી એમટીએમ શાહ ગર્લ્સ હાઈસ્કૂલ ની ૫૦૦ વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવી હતી. આ પ્રોજેક્ટ દરમિયાનના વર્કશોપમાં સેલ્ફ ડિફેન્સ, ઓનલાઈન સેફટી, ઈક્વિટી, મેન્સ્ટુઅલ હાઇજીન વિગેરે પણ કામ કરવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટ દરમિયાન અંકલેશ્વર નગરપાલિકા ના હાયર એજ્યુકેશન ચેરમેન કિંજલબેન ચૌહાણ, સોનકી શાહ એ.આર.સી.એચ ફાઉન્ડેશન, ભાવના બેન પંડ્યા એમ ડી એમ શાહ ગર્લ્સ હાઇસ્કુલ આચાર્ય, રાજેશ જાની હેડ એચ.એસ.સી.બોસ્ટીક ઇન્ડિયા, તુષાર રાણા આસિસ્ટન્ટ એચ.આર મેનેજર બોસ્ટીક ઇન્ડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.