દક્ષિણ ગુજરાત

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે નર્મદા જિલ્લાના સાગબારા- દેડિયાપાડાની રૂા. ૩૦૯/- કરોડની ટ્રાયબલ જુથ પાણી પુરવઠા યોજનાનું થનારૂ ઈ-લોકાર્પણ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

યોજના હેઠળ આવરી લેવાયેલ દેડિયાપાડા તાલુકાના ૧૧૦ ગામો અને ૧૬ ફળિયાઓ તથા સાગબારાતાલુકાના ૮૪ ગામો અને ૯ ફળિયાઓ તેમજ તાપી જીલ્લાના સોનગઢ તાલુકાનાં ૧૧ ગામો અને ૧ ફળિયુ સહિત કુલ ૨૦૫ ગામો અને ૨૬ ફળિયાઓ:

રાજપીપલા:- ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે તા. ૧૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ને ગુરૂવારના રોજ નર્મદા જીલ્લાની સાગબારા-દેડિયાપાડા તાલુકાની રૂા. ૩૦૯/- કરોડની ટ્રાયબલ જુથ પાણી પુરવઠા યોજનાનું ઇ-લોકાર્પણ કરાશે. દેડીયાપાડા તાલુકા મથકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તેમજ સાગબારા તાલુકા મથકે આઇ.ટી.આઇ. નજીક તાલુકા વિકાસ અધિકારીની કચેરી પાસે બપોરે ૧૨-૦૦ કલાકે આ ઇ-લોકાર્પણનો સ્થાનિક સમારોહ યોજાશે. તદ્ઉપરાંત જિલ્લાના પાનખલા, પીપળીપાડા, ગોડમુખ અને કનખાડી ગામોએ પણ ગ્રામજનો આ ઇ-લોકાર્પણ કાર્યક્રમ નિહાળી શકશે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

નર્મદા જિલ્લાના સાગબારા તથા દેડીયાપાડા તેમજ સોનગઢ તાલુકાના જમણા કાંઠાનો વિસ્તાર ઉકાઇ ડેમ તથા સરદાર સરોવર જળાશયના જળસ્રાવ વિસ્તાર ડુંગરાળ તેમજ ખડકવાળો હોઇ ઉનાળામાં પીવાના પાણીની અછત રહેતી હોવાથી ગ્રામજનોને કાયમી ધોરણે પીવાનુ શુધ્ધ પાણી પુરૂ પાડવા માટે ઉકાઇ જળાશયમાં સોનગઢ તાલુકાના બોરદા ગામ નજીક ઇનટેક વેલ બનાવી રો-વોટર મેળવી શુધ્ધિકરણ કરી કાયમી ધોરણે પીવાનું શુધ્ધ પાણી નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના ૮૪ ગામો અને ૯ ફળિયાઓ તેમજ દેડિયાપાડા તાલુકાના ૧૧૦ ગામો અને ૧૬ ફળિયાઓ તથા તાપી જીલ્લાના સોનગઢ તાલુકાનાં ૧૧ ગામો અને ૧ ફળિયુ મળી કુલ ૨૦૫ ગામો અને ૨૬ ફળિયાઓની વર્ષ ૨૦૪૬ ની ૫,૦૬,૫૨૯ વસ્તીને શુધ્ધ, પાણી પુરૂ પાડવા માટેની આ જુથ પાણી પુરવઠા યોજના સફળતાપૂર્વક પૂર્ણ કરાઇ છે, જેના માટે હાલમાં ૩૦.૬૩ એમ.એલ.ડી. ઉકાઈ જળાશયમાં આરક્ષિત રાખવામાં આવેલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, સાગબારા-દેડિયાપાડાની ટ્રાઇબલ જુથ પાણી પુરવઠા યોજનાની કામગીરીના વ્યાપ તથા ભૌગોલીક પરિસ્થિતીને ધ્યાને લઇને આ યોજનાની કામગીરી ત્રણ પેકેજમાં કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં પ્રથમ પેકેજ હેઠળ વેલ, બોરદા અને દાભવણ હેડવર્કસ સુધી રો-વોટર પાઈપ લાઈન અને બોરદા ખોપી હેડ વર્કસ ખાતે ભુગર્ભ ટાંકા, પંપ હાઉસ, પંપીંગ મશીનરીના કામો સ્ટોરેજ અને તેને આનુસંગિક કામો તેમજ પેકેજ–૨ અને ૩ હેઠળ અનુક્રમે સાગબારા અને સોનગઢ તાલુકાના ગામો માટે બોરદા હેડવર્કસ ખાતે તેમજ દેડિયાપાડા તાલુકાના ગામો માટે દાભવણ હેડવર્કસ ખાતે પાણી શુધ્ધિકરણ પ્લાન્ટ, વિતરણ પાઇપલાઇન, ઉચી ટાંકી, ભુગર્ભ ટાંકા તથા પંપ હાઉસ અને તેને આનુસંગિક કામો પૂર્ણ કરી આ સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है