
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ, પ્રદીપ ગાંગુર્ડે સાપુતારા
મુરલી ગાવિતે નેશનલ એથ્લેટિક દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો:
સાપુતારા: ભારત દેશના કર્ણાટક રાજ્યના બેંગ્લોર ખાતે નેશનલ ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૩નું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતના દોડવીર મુરલી ગાવિતે ગોલ્ડ મેડલ જીતી ડાંગ જિલ્લા સહિત રાજ્યનું નામ રોશન કર્યું છે. જેને પગલે રાજ્યભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ડાંગ એક્સપ્રેસ નામ થી ઓળખ ધરાવતા દોડવીર મુરલી ગાંવિતે ફરી એકવાર ડાંગ સહીત રાજ્યનું નામ રોશન કર્યુ.
એથલેન્ટિક્સ મા ડાંગ જિલ્લાનો મહત્વનો ફાળો રહયો છે,
તાજેતરમાં બેંગ્લોર ખાતે નેશનલ ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૩ યોજાઈ હતી. જેમાં ૧૩ ઓક્ટોબરે ગુજરાતના દોડવીર મુરલી ગાવિતે ૫૦૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમાંકે આવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. અહીં દેશભરમાંથી કેટલાય સ્પર્ધકોએ અલગ અલગ મેડલ ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો. જેમાં ૫૦૦૦ ઓપન એથ્લેટિક્સમા મુરલી ગાવિતે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ગુજરાત અને ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.