રમત-ગમત, મનોરંજન

પાલડી અમદાવાદમાં યોજાયો “સરદાર વલ્લભભાઈ પટેલ આર્યન એવોર્ડ-2021” કાર્યક્રમ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કાઉંન્સિલ દ્વારા પાલડી અમદાવાદમાં યોજાયો સરદાર વલ્લભભાઈ પટેલ આર્યન એવોર્ડ-2021 કાર્યક્રમ:

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં અનેક નામી કલાકારો, નાયીકાઓ  ગાયકો,  નાટ્ય કલાકાર, હાશ્ય કલાકારો અને પોલિટિશયનને કરાયા સન્માનિત,

સમગ્ર કાર્યક્રમ માં ગુજરાતી ફિલ્મના લોક લાડીલા અને પદ્મશ્રી નરેશ અને મહેશ કનોડિયા પરિવાર રહયું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર, 

ગુજરાત રાજ્યના ડોક્ટર, વકીલ, ઈજનેર, સામાજીક કાર્યકર્તા, ફિલ્મ કલાકાર, પત્રકાર મિત્રો ને પોતાનાં વિશિષ્ટ કર્યો બદલ કરાયા સન્માનિત,

પાલડી: ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કાઉંન્સિલ ભારત ભરમાં અને વિશ્વ કક્ષાએ માનવ જાગૃતિનાં કામો કરી રહી છે, સમગ્ર ભારતના અનેક રાજ્યો સહીત ગુજરાતમાં છ હજાર થી વધારે માનવ અધિકાર કાર્યકર્તા અને કુલ 15000 જેટલાં મેમ્બર્સ સમાજ સેવાના કામો સંસ્થાનાં ફાઉન્ડર ડૉ. સન્ની શાહ અને ડૉ. સુનિલકુમાર ગામીત વેસ્ટ ઝોનલ બોર્ડનાં પ્રમુખનાં નેતૃત્વ માં જન જાગૃતિ ચલાવી રહ્યાં છે, સમાજમાં અનેક ફિલ્ડમાં પોતાનાં વિભાગમાં ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ કામગીરી કરનાર લોકોને પ્રોત્સાહન આપવાનું કામ પાછલા વર્ષોથી કરી રહ્યાં છે,

ગુજરાત રાજયમાં પ્રથમ વખત ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કાઉંન્સિલ લોખંડી પૃરુષનું બિરુદ્દ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલનાં માન અને સન્માનનાં ભાગરૂપે “સરદાર વલ્લભભાઈ પટેલ આર્યન એવોર્ડ-2021” ગત 29 ડિસેમ્બરનાં રોજ ટાગોર હોલ, પાલડી અમદાવાદ ખાતે યોજાયો હતો.

સમગ્ર ગુજરાત રાજય માંથી અનેક લોકોનાં કરવામાં આવ્યા હતાં એવોર્ડ માટે નોમિનેશન,

તાપી પ્રેસ કલબ નાં બે પત્રકારો નાં નામો કરવામાં આવ્યા હતાં બેસ્ટ પત્રકાર તરીકે નાં એવોર્ડ માટે નોમિનેટ, 

તાપી જીલ્લામાં લોકોની સમશ્યા ને વાંચા આપવા સતત કાર્યરત એવાં બે તાપી પ્રેસ કલબનાં પત્રકાર હિન્દ ટીવી અને સિટી ગોલ્ડ ન્યુઝનાં યુવા પત્રકાર અને જીલ્લા બ્યુરો ચીફ બિન્દેશ્વરી શાહ (માસ કોમ્યુનિકેશન) અને દિવ્ય નજર ગુજરાત ન્યુઝ પેપરનાં માલિક અને તંત્રી અને વરીસ્ટ પત્રકાર મહેશભાઈ ચૌધરી (માસ કોમ્યુનિકેશન)ને પત્રકારત્વ ક્ષેત્રે ઉમદા કામગીરી બદલ સરદાર વલ્લભભાઈ પટેલ આર્યન એવોર્ડ-2021 દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં.

વધુમાં કાર્યક્રમમાં તાપી અને સુરત જીલ્લા મહિલા વિભાગનાં પ્રમુખ તરીકે ની નિયુક્તિ કરવામાં આવી હતી, ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કાઉંન્સિલ તાપી જીલ્લા મહિલા પ્રમુખ તરીકે ભાવના નયન પટેલ ની નિયુક્તિ કરવામાં આવી હતીઃ અને સુરત જીલ્લા મહિલા પ્રમુખ તરીકે ભારતી પટેલની નિયુક્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

જે તાપી જીલ્લા અને તાપી પ્રેસ ક્લબ માટે ગૌરવ સમાન પળ બની રહી હતી. અને એવોર્ડ પ્રાપ્ત કરનાર પત્રકાર મિત્રોને ખુબ ખુબ અભિનંદન આપ્યાં હતાં.

સમગ્ર કાર્યક્રમમાં લોક નૃત્ય અને રંગારાગ કાર્યક્રમ અને હાશ્ય ની રમઝટ આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું, ઢોલીવુડ નાં  કલાકારો, ફિલ્મ ડાયરેક્ટર, પ્રોડ્યૂક્ટર્સ, અને સામાજિક કાર્યકર, રાજનેતાઓની હાજરી  લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.

સમગ્ર કાર્યક્રમ માં કોવિડ ગાઇડલાઇનનું કરાયું હતું પાલન. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है