શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર
વ્યારા: તાપી જિલ્લાના વ્યારા તાલુકાનાં મેઘપુર ગામેનાં પટેલ ફળીયા ખાતે આજરોજ સરપંચ શ્રીમતિ પીનાબેન ગામીતનાં અધ્યક્ષ પણે ગામનાં 4 તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમનું આયોજન ચર્ચ ખાતે રાખવામાં આવ્યું હતું. ગત દિવસોમાં ગામનાં 3 તેજસ્વી યુવાનોએ શિક્ષણ ક્ષેત્રે વિવિધ વિષયોમા ડૉક્ટરેટ ઓફ ફિલોસોફી (પી.એચ.ડી.) ની પદવી મેળવી હતી, અને સાથે રમત ગમત ક્ષેત્રે પણ ગામ અને સમાજનું નામ રોશન કરેલ એવા નવયુવાનો ડૉ. પિયુષ ગામીત (economics) અને ડૉ.સુવાર્તા ઞામીત(sociology) ડૉ. સંજય કે.ગામીત(physical education) સર્વે અલગ અલગ યુનિવર્સીટીઓ દ્વારા ph.d.ની પદવી પ્રાપ્ત કરેલ અને athletics , kho-kho જેવી રમતો મા કૈલાશબેન નટુભાઈ ગામીતે રાજ્ય, નેશનલ લેવલે ગામ અને રાજ્યનું નામ રોશન કરેલ તેઓનું આજે ઇન્ડિયન નેશનલ ફુલ ગોસપલ ચર્ચ ખાતે ગામનાં આગેવાનો અને ગ્રામ જનો દ્વારા પુષ્પ ગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા, આ કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષણ સાથે સંકળાયેલ, ગામનાં આગેવાન પા.કિશનભાઈ ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું, અને ગામનાં સર્વે ભાઈ બહેનો દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સાથે મેઘપુર ગ્રામ પંચાયત, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ અને ગ્રામીણ ટુડે ન્યુઝ નાં સયુંકત સહયોગ દ્વારા સંન્માન પત્ર આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત ગામ લોકોએ તમામને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી.
આ કાર્યક્રમમાં ગામનાં સરપંચ પીનાબેન, માજી સરપંચ ભીમસીંગભાઈ, ગીરીશભાઈ, ઊકાજીભાઈ દૂધ મંડળીનાં મંત્રી ઈશ્વરભાઈ, રેવ. રમેશભાઈ, દિલીપભાઈ વિજયભાઈ,દિનેશ, દશરથ, દિનાભાઈ, નરેશભાઈ ચૌધરી તલાટી કમમંત્રી, કેશાભાઈ, દેવેન્દ્રભાઈ સહીત દાદરી ફળીયાનાં અને બંધારી ફળીયાથી અનેક આગેવાનો ભાઈ, બહેનો પદવી પ્રાપ્ત કરેલ યુવાઓને સન્માનિત કરવાં પધાર્યા હતા.
મેઘપુર ગામનાં તેજસ્વી તારલાઓ:
(1) ડૉ. પિયુષ પી.ગામીત ph.d વિષય: અર્થ શાસ્ત્ર (economics)
(2) ડૉ. સુવાર્તા જી. ગામીત ph.d વિષય: સમાજ શાસ્ત્ર (sociology)
(3) ડૉ. સંજય કે.ગામીત ph.d વિષય: physical education હાલ, પ્રોફેસર(MTB)
(4) શ્રીમતી કૈલાશબેન નટુભાઈ ગામીત (એથલેન્ટિક ખો-ખો)
મેઘપુર ખાતે યોજાયેલ કાર્યક્રમનાં અંતે કિશનભાઈ ગામીત ઊકાજીભાઈ, ગિરીશભાઈ, સુનિલકુમાર ગામીત અને સરપંચ પીનાબેન દ્વારા યુવાઓને ઉજ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.