
શ્રોત: ગ્રામીણ ટુડે પ્રેસનોટ સર્જનકુમાર વસાવા
નેશનલ યુથ એવોર્ડ માટે અરજીઓ મંગાવવામાં આવી : તા.૨૬ મી સુધીમાં My gov portal ની લિંક પરથી અરજી કરી શકાશે
રાજપીપલા, ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ ના નેશનલ યુથ એવોર્ડ માટે તા.૨૭-૦૫-૨૦૨૦ થી તા.૨૬-૦૬-૨૦૨૦ સુધીમાં દર્શાવેલ My gov portal ની લિંક પરથી મંગાવવામાં આવી છે
આ એવોર્ડનો ઉદેશ્ય ૧૫ થી ૨૯ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવાઓને તથા સેવાભાવી સંસ્થાઓને રાષ્ટ્રના વિકાસ તથા સામાજીક સેવાઓમાં સિદ્વિ મેળવવા માટે પ્રોત્સાહન પુરૂ પાડવાનો છે. વ્યક્તિ તથા સંસ્થાઓને સામાજીક સેવાઓ જેવી કે સ્વાસ્થ્ય, શોધ અને નવીનીકરણ ,સાંસ્કૃતિક વારસો, માનવ અધિકારનો પ્રચાર, કલા ને સાહિત્ય, પ્રવાસ, પરંપરાગત ઔષધિઓ, સક્રિય નાગરિકતા, સમાજ સેવા, રમત ગમત અને સ્માર્ટ શિક્ષણ પ્રવૃતિઓ માટે આપવામાં આવે છે.
નર્મદા જિલ્લામાં વસવાટ કરતા એવા વ્યક્તિઓ કે સંસ્થાઓ એ છેલ્લા ૩ વર્ષ દરમિયાન દર્શાવ્યા મુજબની અસાધારણ પ્રવૃતિઓ કરેલ હોય તેઓએ આ એવોર્ડ અંગેના ફોર્મ જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં ૨૧૭, ક્લેક્ટર કચેરી, બીજો માળ, રાજપીપળા, નર્મદા ખાતે થી મેળવી તા: ૧૫/૦૬/૨૦૨૦ સુધીમાં કચેરી સમયે જમા કરાવી જવાનુ રહેશે. તેમ, નર્મદા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે આ લીંક પર જઈ ગાઈડલાઈન્સ વાંચી શકશો, https://innovate.mygov.in/national-youth-awards
Like!! Really appreciate you sharing this blog post.Really thank you! Keep writing.
Saved as a favorite, I love your website!
thank’s