શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
શ્રી વરદાન સ્પોર્ટસ કલબ નવાનગર દ્વારા નવાનગર વિલેજ કપનું આયોજન કરવામાં આવ્યું.
હાલમાં આખી દુનિયામાં મહામારી કોરોના વાયરસ ના પગલે દેશભરમાં રાત્રી સમયે લોક ડાઉન જેવી પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે એ ડરને નાથવામાં અને યુવાનોમાં જાગૃતિ, એકતા સાથે શરીર ને સ્ફુર્તિ મળી રહે તે જરૂરી જણાતા. હાલ હોળી ધૂળેટી ના તહેવારોની રજાઓની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈ, તેવા સંજોગોમાં ગામમાં જ ક્રિકેટ ટુર્નામેન્ટ રમતો નું આયોજન કરી મનોરંજન અને શરીર ની તંદુરસ્તી ધ્યાન માં લઈ ને વાંસદાનાં નવાનગર ખાતે કરવામાં આવ્યું હતું.
શ્રી વરદાન સ્પોર્ટસ કલબ નવાનગર દ્વારા નવાનગર વિલેજ કપ દર વર્ષ ની જેમ આ વખતે હોળી, ધૂળેટી ના દિવસે 12 જેટલી ટીમો એ ઉત્સાહ પુર્વક ભાગ લઈ વિલેજ કપનું સફળ આયોજન કરવામાં આવ્યુ હતું.
વાંસદા તાલુકા ના નવાનગર ગામે દર વર્ષ ની જેમ આ વખતે હોળી ધૂળેટી ના તહેવારની રજાઓ વચ્ચે અને કોરોનાં મહામારી ને ધ્યાને લઈ શ્રી વરદાન સ્પોર્ટસ કલબ નવાનગર દ્વારા નવાનગર વિલેજ કપ રમવાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં 12 જેટલી ટીમો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. તેમાં કાકા ટીમે એમના યુનિફોર્મ થી સમગ્ર ગ્રામજનોને માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતાં, બીજી સેમીફાઇનલમાં ખુબ જ રસાકસીભરી અને રોમાંચક રહી હતી. ફાઈનલ ટીમ મેચમાં ડુંગરી ફળિયા z ટીમ વિજેતા થઈ. ફરી પાછી વરદાન ટ્રોફી પોતાના નામે કરી હતી. બેસ્ટ બેટ્સમેન રિતેશકુમાર અને બેસ્ટ બોલર મેન ઓફ ધી સિરીઝ બિપિનભાઈ માસ્તર થયા હતાં.
ગામના યુવાનો આગેવાનો, વડીલો તેમજ સમગ્ર ગ્રામજનો આ વિલેજ કપમાં ઉપસ્થિત રહી મેચની મજા માણી ગ્રામજનો ના સહયોગ થી આ વિલેજ કપ ખુબ જ સફળ રહયો હતો.