
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જીલ્લા કોંગ્રેસ સમીતી દ્વારા પેટ્રોલ-ડીઝલ ના ભાવ વધારા સામે ભાજપ સરકાર સામે વિરોઘ પ્રદશન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
નર્મદા જીલ્લા કોંગ્રેસ સમીતી દ્વારા પેટ્રોલ-ડીઝલ ના ભાવ વધારા સામે ભાજપ સરકાર ના શાસનમાં વઘારો કરી કોરોના મહામારી સમયે પ્રજા પર મોંઘવારીનો માર નાખી રહી હોય પાંચ મહીનાના સમયગાળામાં ૪૩ વખત ઐતીહાસીક ભાવ વધારો કરવામાં આવ્યો જેના ભાગ રૂપે આજ રોજ તા ૧૧-૦૬-૨૦૨૧ ના રોજ જીલ્લા મથક રાજપીપલા ખાતે પેટ્રોલ-ડીઝલ તેમજ અન્ય વસ્તુઓ પર ભાવ વધારા સામે વિરોઘ પ્રદશન કરવા, કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોઘ કરવામા આવ્યો, વિરોઘમા ૧૪૮ નાદોદના ઘારાસભ્ય પી.ડી.વસાવા, નર્મદા જીલ્લા પ્રમુખ હરેન્દ્રભાઇ વાળંદ, તીલકવાડા પ્રમુખ રાજેશભાઇ ભીલ, માજી તીલકવાડા તાલુકા પંચાયત પ્રમુખ મહેન્દ્રભાઇ ભીલ, તેમજ રમેશભાઇ વસાવા,જીલ્લા પ્રવકતા મલંગભાઇ રાઠોડ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહી ને વિરોઘ પ્રદર્શન કર્યુ હતુ.