શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
ગુજરાત રાજ્ય ખો-ખો એસોશિયન અને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા આયોજીત ખો ખો સ્પર્ધામાં તાપીની ટીમ ચેમ્પિઅન..
તાપી જિલ્લાની બહેનોની ટીમે ખો-ખોમાં શાનદાર દેખાવ કરી સર્વોચ્ચ સ્થાન મેળવી ગૌરવ અપાવ્યું..
ફાઈનલ મેચમાં અમદાવાદ ગ્રામ્ય અને તાપીની ગર્લ્સ ટીમ વચ્ચે કાંટેકી ટક્કર રમાઈ હતી..
વ્યારા, તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા (આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ) ખાતે ગુજરાત રાજ્ય ગર્લ્સ ખો ખો સ્પર્ધા યોજાઈ હતી.ગુજરાત રાજ્ય ખોખો સિનિયર બહેનો ચેમ્પિયનશિપ 2021 ગુજરાત રાજ્ય ખો ખો એસોસિએશન ચેમ્પિયનશિપ તાપી જિલ્લા ખોખો એસોસિયેશનના ઉપક્રમે વ્યારા ના યજમાન પદે શ્રી ર.ફ દાબુ કેળવણી મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા મેદાન પર ડે નાઈટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના વિવિધ ૧૧ જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. તારીખ 27 28 નવેમ્બર 2021 રોજ સ્પર્ધાના ઉદ્ઘાટન સમારંભમાં તાપી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી કાપડિયા, ર.ફ દાબુ કેળવણી મંડળના પ્રમુખ હસુભાઈ ભક્ત, ચેરમેન નેવીલભાઈ , તાપી જિલ્લાના અધ્યક્ષ મોહનભાઈ , બાંધકામ સમિતિના અધ્યક્ષ નીતિન ભાઈ, સર્વોદય યુવક મંડળના પ્રમુખ ડોક્ટર અતુલભાઇ દેસાઇ અને ખોખો એસોસિએશનના પદ અધિકારીઓ ડો. હસમુખભાઈ પટેલ અને કોલેજના આચાર્યશ્રી ઉપાચાર્ય સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર ડી ડી કાપડિયા દ્વારા સરકારની વિવિધ રમતોની યોજનાઓ વિશે ખેલાડીઓને માહિતી આપી હતી. તેમજ ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમારંભમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો એ પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સ્પર્ધાના અંતે તાપી જિલ્લાની ખોખો બહેનોની ટીમ ચેમ્પિયન થઈ હતી અને અમદાવાદ ગ્રામ્યની ટીમ રનર્સ અપ થઈ હતી. બંને ટીમોને ઉપસ્થિત મહાનુભાવો ડોક્ટર અતુલભાઇ દેસાઇ અને ચૌધરી સિધાર્થભાઈ ડિરેક્ટર સુમુલ ડેરી દ્વારા ટ્રોફી એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે તાપી જિલ્લાના તમામ નાગરિકોનું યોગદાન રહ્યું હતું. પીટી.ટીચર સંજય કોસાડા, જિલ્લા રમત ગમત અધિકારી અમરસિંહ રાઠવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીત ઉપસ્થિત રહ્યા હતા.
ડી.એલ.એસ.એસ. ના ખો ખો કોચ સુનિલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે અમદાવાદ ગ્રામ્ય, સાબરકાંઠા,આણંદ, ગીર સોમનાથ, સુરત શહેર, પાટણ, અમરેલી, એમ.એસ.યુનિવર્સીટી વડોદરા, વડોદરા ગ્રામ્ય,બનાસકાંઠા અને તાપી જિલ્લો મળીને કુલ -૧૧ ગર્લ્સ ટીમોએ ખો ખો સ્પર્ધામાં ભાગ લીધો હતો.