શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લાનું ગૌરવ:
ગુજરાત રાજ્ય ખોખો સિનિયર ભાઈઓ ચેમ્પિયનશિપ ૨૦૨૧: તાપી જિલ્લાની ટીમ વિજેતા:
તાપી જિલ્લાની ખોખો સિનિયર ભાઈઓની ટીમે ગુજરાત રાજ્યમાં ઐતિહાસિક જીત હાંસલ કરી તાપી જિલ્લાને ગૌરવ અપાવ્યું.
વ્યારા, તાપી: તાજેતરમાં ગુજરાત રાજ્ય ખોખો સિનિયર ભાઈઓ ચેમ્પિયનશિપ ૨૦૨૧નું આયોજન આણંદ જિલ્લાના બોચાસણ ગામે શ્રી એ.પી વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યની વિવિધ જિલ્લાઓની ભાઈઓની ૨૨ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં તાપી જિલ્લાની સિનિયર ભાઈઓની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ફાઈનલમાં વડોદરા જિલ્લાની ટીમને હરાવી ચેમ્પિયનશિપ હાંસલ કરી સમગ્ર રાજ્યમાં તાપી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત રાજ્યની ખોખો ટીમમાં પણ તાપી જિલ્લાના ૪ ભાઈઓ અને ૭ બહેનોની પસંદગી થઈ છે. જેમાં ભાટ ગોવિંદ, બરડે રૂતિષ, વેગડ વિજય, બારૈયા રાજપાલ તથા બહેનોની ટીમમાં ચૌધરી પ્રિયા એસ., ગામીત અર્પિતા, ચૌધરી ભૂમિ, બરડે સુનિલા, વસાવા ભાવના, ચૌધરી શિવાની, ચૌધરી પ્રિયા આર. સામેલ છે. છેવાડાના જિલ્લાના ખેલાડીઓ રાજ્ય કક્ષાએ ઉત્કર્ષ પ્રદર્શન કરી જિલ્લાને ગૌરવ અપાવી રહ્યા છે ત્યારે સર્વે ખેલાડીઓને તાપી જિલ્લા વહિવટી તંત્ર, નાગરિકો અને જિલ્લા ખોખો એસોશિએશન અભિનંદન આપી તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી.