રમત-ગમત, મનોરંજન

ખેલ મહાકુંભ ૩.૦ રાજ્ય કક્ષાની હોકી સ્પર્ધામાં ડાંગની ઓપન એજ બહેનોએ રાજ્ય કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ

ખેલ મહાકુંભ ૩.૦ રાજ્ય કક્ષાની હોકી સ્પર્ધામાં ડાંગની ઓપન એજ બહેનોએ રાજ્ય કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો:

દિનકર બંગાળ, વઘઈ : તાજેતરમાં જ યોજાઇ ગયેલ ખેલ મહાકુંભ ૩. ૦ અંતર્ગત રાજય કક્ષાની હોકી સ્પર્ધા, રાજ્યના ગીરીમથક સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાઇ હતી. આ સ્પર્ધામાં ડાંગ જિલ્લાના ઓપન એજ ગૃપની બહેનોએ રાજ્ય કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે.

ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની હોકી સ્પર્ધામાં બહેનોના ઓપન એજ ગૃપમાં ડાંગ જિલ્લાની બહેનોએ સિલ્વર મેડલ મેળવી રાજ્ય કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે.

ડાંગ જિલ્લાનું ગૌરવ વધાવનાર આ તમામ ખેલાડીઓને જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અલ્કેશ પટેલ, કોચ શ્રી રાહુલ કુંકણા, ટ્રેનર શ્રીમતી શાલિની બાગુલ તેમજ સમગ્ર જિલ્લા વહીવટી તંત્રની ટીમે અભિનંદન પાઠવ્યાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है