રમત-ગમત, મનોરંજન

ખેલ મહાકુંભ ૩.૦ રાજ્ય કક્ષાની આર્ચરી સ્પર્ધામાં ડાંગના ખેલાડીઓએ કુલ ૧૬ મેડલ મેળવ્યાં:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ

ખેલ મહાકુંભ ૩.૦ રાજ્ય કક્ષાની આર્ચરી સ્પર્ધામાં ડાંગના ખેલાડીઓએ કુલ ૧૬ મેડલ મેળવ્યાં:

અંડર-૧૪ માં કુલ ૪ મેડલ, અંડર-૧૭ માં કુલ ૧૦ મેડલ અને ઓપન એજ ગૃપમાં કુલ ૨ મેડલ મળવી ડાંગ જિલ્લો રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંકે:

દિનકર બંગાળ, વઘઈ : તાજેતરમાં જ યોજાઇ ગયેલ ખેલ મહાકુંભ ૩. ૦ અંતર્ગત રાજય કક્ષાની આર્ચરી સ્પર્ધા, રાજ્યના ગીરીમથક સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાઇ હતી. આ સ્પર્ધામાં ડાંગ જિલ્લાના ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ સૌથી વધુ મેડલ મેળવતાં ડાંગ જિલ્લો પ્રથમ ક્રમાંકે આવ્યો છે.

ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની આર્ચરી સ્પર્ધામાં ડાંગના અંડર-૧૪ એજ ગૃપમાં ૪ મેડલ, અંડર-૧૭ એજ ગૃપમાં કુલ ૧૦ મેડલ અને ઓપન એજ ગૃપમાં કુલ ૨ મેડલ મળી ડાંગ જિલ્લાના ખેલાડીઓએ કુલ ૧૬ મેડલ મેળવ્યાં હતાં. જેમાં ૪ ગોલ્ડ ૭ સિલ્વર અને ૫ બ્રોન્ઝ મેડલ મેળવી ડાંગ જિલ્લો રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંકે આવ્યો છે.

ડાંગ જિલ્લાનું ગૌરવ વધાવનાર આ તમામ ખેલાડીઓને જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અલ્કેશ પટેલ, આર્ચરી કોચ શ્રી જીતુભાઇ રાજપુત, ટ્રેનજ શ્રીમતી અનિતાબેન રાઠવા તેમજ સમગ્ર જિલ્લા વહીવટી તંત્રની ટીમે અભિનંદન પાઠવ્યાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है