શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નડિયાદ ખાતે યોજાયેલ થવા ગામની એકલવ્ય સાધના ઉ.બુ.વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ એથ્લેટીકસમાં રાજ્યકક્ષાએ ઝળકી;
૪ X ૪૦૦ રીલે દોડ અને લાંબીકૂદમાં સ્ટેટ લેવલે પ્રથમ;
નેશનલ લેવલે ગુજરાત રાજ્ય તરફથી આ સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે;
રમત ગમ્મત ક્ષેત્રે અપૂરતી સુવિધાઓ મળવા છતાં અવ્વલ દરજ્જાનું પ્રદર્શન :- મનમોનસિહ યાદવ કોચ અને પ્રિન્સીપાલ
અંડર ૧૯ માં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર થવા વિદ્યાલયની વિધાર્થીનીઓ;
પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લામાં રમત ગમ્મત ક્ષેત્રે થવા વિદ્યાલયના વિધાર્થી અને વિદ્યાર્થિનીઓનું નામ નહી આવે એવું બનતું નથી. આમ પણ આદીવાસીઓ શારીરિક બાધે ખડતલ અને કસાયેલા શરીર માટે ઓળખાય છે. ખેલ મહાકુંભ, શાળા રમતોત્સવ અને અન્ય તમામ એથ્લેટીકસ રમતોમાં થવા હાઈસ્કુલના બાળકો ઝળકયા જ છે. ત્યારે ગુજરાતના નડિયાદ ખાતે રાજ્ય કક્ષાની એથ્લેટીકસ રમત ગમત સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ માંથી રમતોમાં ઝોનલ કક્ષાએથી પસંદગી પામેલા ૮૦૦ એથ્લેટોએ રાજ્યના કક્ષાની રમત ગમત સ્પર્ધામાં ભાગ લીધો હતો. રાજ્ય કક્ષાની સ્પર્ધામાં નેત્રંગના એકલવ્ય ઉત્તર બુનિયાદી વિદ્યાલય થવાના ૧૧ જેટલા વિધાર્થી -વિદ્યાર્થીનીઓ ૧૦૦, ૨૦૦,૮૦૦,૧૬૦૦ મીટર દોડ,રિલે દોડ, લાંબી કુદ, ઊંચી કુદ જેવી રમતોમાં ભાગ લીધો હતો.આ રમતો માંથી લાંબી કુદ અને રિલે દોડમાં થવા વિદ્યાલયની ૧૯ વર્ષીય એથ્લેટ સ્ટેટ લેવલે પ્રથમ ક્રમાક પ્રાપ્ત કરી શાળા તેમજ જીલ્લાનું નામ રોશન કરી નેશનલ લેવલે ગુજરાતનું પ્રતનિધિત્વ કરશે.
આ ઉપરાંત બીજી બે એથ્લેટોએ ૧૦૦ મીટર દોડમાં રાજ્ય કક્ષાએ ત્રીજો ક્રમ અને ૩ કી.મી દોડમાં રાજ્ય કક્ષાએ ૫ મો ક્રમ આવ્યો હતો.
લાંબીકૂદમાં : પ્રથમ ક્રમે આવનાર – વસાવા શ્રેયા રાજેન્દ્ર (૪.૫૫ મીટર)
કુલ લંબાઈ ૪ X ૪૦૦ રીલે દોડ : પ્રથમ ક્રમે આવનાર,
વસાવા શ્રેયા રાજેન્દ્ર,
વસાવા તેજસ્વીની દિનેશ,
વસાવા કૌશિકા જી. ગણપત,
વસાવા રીટા એસ. સુરેન્દ્ર,
રમત ગમ્મત ક્ષેત્રે અપૂરતી સુવિધાઓ મળવા છતાં અવ્વલ દરજ્જાનું પ્રદર્શન :- મનમોનસિહ યાદવ કોચ અને પ્રિન્સીપાલ આદિવાસીઓ બાળકોઓમાં અપ્રતિમ ટેલેન્ટ છૂપાયેલું છે. યોગ્ય દિશા સાથે માર્ગદર્શન અને થોડી કોચિંગ મળે તો દેશ તરફથી રમે એમાં કોઈ નવાઈ નથી. રમત ગમ્મત ક્ષેત્રે અપૂરતી સુવિધાઓ મળવા છતાં બાળકો સારામાં સારૂ પ્રદર્શન કરી સમાજ સાથે થવા વિદ્યાલયનું નામ રોશન કર્યું છે. કોચ તરીકે અમારી મેહનત રંગ લાવી રહી છે ત્યારે નેશનલ લેવલે સારૂ પ્રદર્શન કરી ગુજરાતનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ.