
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
કોલેજ ઓફ એગ્રીકલ્ચર વઘઇ આતે સ્પોર્ટ્સ કરાટે એશોસિએશન ડાંગ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને કરાટેની વિના મૂલ્યે સ્વ-રક્ષણની તાલીમ આપવામાં આવી હતી, તેમજ સ્પોર્ટ્સ કરાટે એસોસિએશન ડાંગ સાથે જોડાયેલા નિહોન સોટોકાન કરાટે એશોસિએશન ડાંગ દ્વારા બાળકોની કરાટેની પરીક્ષા ચીફ માસ્ટર સેનસાઈ વિજય.આર.રાઉત અને મિનેશભાઈ ભોયેના નેજા હેઠળ લેવામાં આવી હતી. તેમજ ડાંગ જિલ્લાના ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે એસોસિએશન તરફથી ડાંગ જિલ્લાના પ્રમુખશ્રી મંગળભાઈ ગાવિત દ્વારા સર્ટીફિકેટ આપી સન્માનિત કરાવામાં આવ્યા હતાં, આજનાં આ કાર્યક્રમમાં રમતગમત સેલનાં સદસ્યશ્રી પ્રદિપભાઈ મોર્યા, નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનનાં મરાઠા લીગના ખેલાડી જીત કુમાર ગાંગુર્ડે, ઈન્ટરનેશનલ ક્રિકેટર ખેલાડી નરેશભાઈ તુંબડા, એથ્લેટિક દોડવીર અંકિતા ગાવિત અને ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં ડેબ્યુ આપેલ અરમાનભાઈ રાઠોડ જેવા ખેલાડીઓએ કરાટેની પરીક્ષામાં પાસ થનાર બાળકોને સર્ટીફિકેટ વિતરણ કર્યાં હતા. કાર્યક્રમનાં અંતે એસોસિએશનના ચેરમેન અને ડાંગ ધારાસભ્ય વિજયભાઈ આર. પટેલે તમામ કરાટે સભ્યોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી, સમગ્ર કાર્યક્રમ વઘઈના ડો જે.જે. પસ્તાગીયા આચાર્ય, વઘઈ એગ્રીકલ્ચર કોલેજ, ડૉ.મહાવીર ચૌધરી આચાર્ય કૃષિ પોલીટેકનીક કોલેજ વઘઇના સહયોગથી વિના મૂલ્યે આયોજિત કરવામાં આવ્યો હતો.