મારું ગામ મારાં ન્યુઝ

ડાંગ જિલ્લાના આર્થિક સહાયથી વંચિત બાંધકામ શ્રમિકો જોગ:

"ગુજરાત મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ" અંતર્ગત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના લાભાર્થીઓ કે જેમના આધારર્લીંક બેંક ખાતામાં PFSM દ્વારા રૂ.૧૦૦૦/-ની જમા થશે આર્થિક સહાય!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

આહવા; “ગુજરાત મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ” અંતર્ગત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના લાભાર્થીઓ કે જેમના આધારર્લીંક બેંક ખાતામાં PFSM દ્વારા રૂ.૧૦૦૦/-ની આર્થિક સહાય કરવાનું ઠરાવાયું છે. જે મુજબ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોના આધાર લીંક બેંક ખાતામાં આ સહાય ચુકવવામાં આવી છે.

જયારે કેટલાક શ્રમિકોના ડેટા ઇન વેલીડ/અધૂરા હોય જેવા કે આધાર નંબર ખોટા હોય, બેન્કની વિગતો અપૂરતી હોય, બેંક આધાર લીંક ન હોય, બેંક ખાતું બંધ હોય જેવા કારણોસર નોંધાયેલા બાંધકામ શ્રમિકોને મળવાપાત્ર આર્થિક સહાય તેમના ખાતામાં જમા કરાવી શકાતી નથી. જેથી નોંધાયેલા (લાલ બુક ધરાવતા) બાંધકામ શ્રમિકો આર્થિક સહાયથી વંચિત છે, તેવા લાભાર્થીઓ તેમની વિગતો બોર્ડના પોર્ટલ https://misbocwwb.gujarat.gov.in/registrationform) ઉપર રજુ કરી શકશે.

બાંધકામ શ્રમિક પોતાના રેડ બુક (ઓળખ પત્ર) નંબરને આધારે રજીસ્ટ્રેશન ફોર્મ ભરી તેઓના ડેટા ઓનલાઈન સબમિટ કરાવે તે ઇચ્છનીય છે. બોર્ડ/NIC દ્વારા તેઓની વિગતો ચકાસી PFMS દ્વારા આર્થિક સહાયની ચુકવણી નાગરિક પુરવઠા વિભાગ કરી શકશે. તો સત્વરે બાકી રહી ગયેલા નોંધાયેલા શ્રમિકો તેમની વિગતો તા.૩૦/૭/૨૦૨૦ પહેલા સબમિટ કરાવે તેવી અપીલ, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, અમદાવાદ દ્વારા જણાવાયું છે.

  • મકાન અને અન્ય બાંધકામ કામગીરી સાથે સંકળાયેલ કડિયા, સુથાર, લુહાર, ઇલેક્ટ્રિશિયન, સળિયાકામ, શટરીંગકામ, ફલોરિંગકામ, ફોલ્સ્સીલીંગકામ, કલરકામ તથા અન્ય આનુસંગિક કામ કરનાર, પરંતુ “ફેક્ટરી એક્ટ૧૯૪૮ હેઠળ ના આવતા “ હોય તેવા દરેક ૧૮ થી ૬૦ વર્ષના પરુષો અને મહિલાઓનો બાંધકામ શ્રમિકોમાં સમાવેશ થાય છે.તેઓની શ્રમયોગી તરીકે નિશુલ્ક નોંધણી કરી  તેમને બાંધકામ શ્રમયોગી તરીકેનું ઓળખકાર્ડઆપવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है