
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
રાજપીપલા : ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ ખાતાના ભરૂચના ભુસ્તરશાસ્ત્રી શ્રી કે.જે. રાજપુરાને સરકારશ્રી દ્વારા નર્મદા જિલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રી તરીકેનો વધારાનો હવાલો સોંપાતા શ્રી કે.જે. રાજપુરાએ નર્મદા જિલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રી તરીકેનો વધારાનો હવાલો તાજેતરમાં સંભાળી લીધેલ છે.
નર્મદા જિલ્લાના અરજદારો, ક્વોરીલીઝ / ક્વોરી પરમીટ / સ્ટોક ધારકોને પોતાની કામગીરી કરાવવામાં કોઇ અગવડ કે મુશ્કેલી ઉભી ન થાય તે હેતુને ધ્યાને લઇ મદદનીશ ભુસ્તરશાસ્ત્રી (વર્ગ-૨) તરીકે નર્મદા જિલ્લાની વધારાની કામગીરી માટે શ્રી કે.જે. રાજપુરા નર્મદા જિલ્લા ખાતે કચેરી કામકાજના દિવસો દરમિયાન દર અઠવાડીયાના બુધવાર તેમજ ગુરૂવારના દિવસે હાજર રહી ફરજ બજાવશે. બાકીના દિવસે પણ કચેરી રાબેતા મુજબ ચાલુ રહેશે.