
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
ખેલ મહાકુંભમાં અંડર-14 વિનોબા આશ્રમશાળા ગડતે ડોલવણ તાલુકાનું નામ રોશન કર્યું:
હાલ ચાલી રહેલા ખેલ મહાકુંભ માં વિનોબા આશ્રમશાળા ગડત નાં વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે,
હેન્ડબોલ ગેમમાં બહેનો જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, સમગ્ર ટીમ હવે ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાએ ભાગ લેશે,
હેન્ડબોલ ગેમમાં ભાઇઓ જિલ્લા કક્ષાએ ત્રીજું સ્થાન મેળવ્યું.
બેડમિન્ટનની સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ દ્વિતિય સ્થાન મેળવ્યું.
જયકુમાર જિતેન્દ્રભાઈ પટેલ સ્વિમિંગ માં 200 મીટર બટરફ્લાય માં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કર્યુ.
ભાવેશભાઈ કાશીનાથ પાગી એ 200 મીટર દોડમાં તાલુકા કક્ષાએ દ્વિતિય સ્થાન પ્રાપ્ત કર્યુ હતું, દીપકભાઈ શૈલેષભાઈ ગામીત આમ વિનોબા આશ્રમશાળા ગડતનાં વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરી શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું છે, તે બદલ બાળકો અને તેમના કોચશ્રી સગુણાબેન, વિજયાબેન, વૈશાલીબેન, વર્ષાબેન, નિશાંતભાઇ તેમજ મનોજભાઈનો વિનોબા આશ્રમશાળા ગડતનાં આચાર્યશ્રી યોગેશભાઈ એ આભાર વ્યક્ત કરી ને રાજ્ય કક્ષાએ પણ સિદ્ધિ પ્રાપ્ત કરે એવી શુભેચ્છા પાઠવી હતી.