દક્ષિણ ગુજરાત

ડ્રાઈવરને ઊંઘનું ઝોકુ આવી જતા સુમુલ ડેરીનુ દૂધ ભરેલું ટેન્કર પલ્ટી મારતા ઘટના સ્થળે એકનું મરણ:

શ્રોત ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલિનકુમાર

ઉમરપાડાના ઉમરગોટ ગામે ડ્રાઈવરને ઊંઘનું ઝોકુ આવી જતા સુમુલ ડેરીનુ દૂધ ભરેલું ટેન્કર પલ્ટી મારતા ઘટનાસ્થળે એકનું મોત નીપજ્યું.

-ટેન્કરના ક્લીનરનુ ઘટનાસ્થળે દુઃખદ મોત નીપજ્યું.

ઉમરપાડા તાલુકાના ચવડા-માલધાફાટા મુખ્ય માર્ગ પર ઉમરગોટ ગામે સુમુલ ડેરીનું દૂધવહન કરતા ટેન્કરના ચાલકને રાત્રી દરમિયાન ઊંઘનું ઝોકુ આવી જતા ટેન્કર પલ્ટી મારી ગયું હતું.

આ અકસ્માતમાં ક્લીનરનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજયું હતું.સિદ્ધિ લોજિસ્ટિક એજન્સીના માલિક મુકેશભાઈ પ્રેમચંદભાઈ લાલવાણી અને પાર્ટનર ધર્મેશભાઈ ભાણાભાઈ પટેલની સંયુક્ત એજન્સીના ૪૨ જેટલા ટેન્કરો દ્વારા સુમુલ ડેરીમાં ગામડાઓમાંથી દૂધ લાવવાનું કામ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી થઇ રહ્યું છે. ઉપરોક્ત એજન્સીનું ટેન્કર નંબર જીજે-૦૫-બી એક્સ-૯૫૭૩ નાં ચાલક કૃષ્ણદેવ રામકરણ શુક્લા અને ક્લીનર સંદીપ જીવનલાલ આદિવાસી બંને નાંદોલા વડપાડા, ઘાણાવડ, ચવડા સહિત વિવિધ ગામોમાં દૂધ ડેરીઓ પરથી ટેન્કરમાં દૂધ ભરી રાત્રીના સાડા ત્રણ વાગ્યે ઉમરગોટ ગામે આવ્યા હતા ત્યારે ડ્રાઇવર કૃષ્ણદેવ રામકરણ શુક્લાને અચાનક ઊંઘનું ઝોકું આવી જતાં તેણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને ટેન્કર ઝાડ સાથે ભટકાઇ પલ્ટી મારી ગયું હતું.અકસ્માતમાં ક્લીનર સંદીપ જીવનલાલનુ માથાના ભાગે ઇજા થવાથી કરૂણ મોત નીપજયું હતું.આ અકસ્માતની ઘટનાના સંદર્ભમાં સિદ્ધિ લોજિસ્ટિક એજન્સીના મેનેજર અનિલસિંગ ક્રિષ્ણા બહાદુરસિંગ દ્વારા ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે અગાઉની કાર્યવાહી હાથ ધરી. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है