
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
રાજ્ય સરકાર દ્વારા જનહિતમાં જારી…
રાજ્યમાં કોવિડ-૧૯થી મૃત્યુ પામેલ મૃતકના વારસદારોને રૂ.૫૦,૦૦૦ની સહાય જોગ:
વ્યારા, તાપી: આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, રાજયમાં કોવિડ-૧૯ થી મૃત્યુ પામેલના વારસદારોને ભારત સરકાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારની માર્ગદર્શિકા અનુસાર રૂ. ૫૦,૦૦૦/ની સહાય (Ex-gratia assistance) આપવાનું ઠરાવેલ છે. જે અન્વયે આવા કોવિડ-૧૯થી મૃતકના વારસદારોને ઘરેબેઠા ઝડપી અને સરળતાથી સહાય મળી રહે તે માટે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે.
www.iora.gujarat.gov.in પોર્ટલના હોમપેજ ઉપર Covid-19 Ex-gratia payment પર ક્લિક કરવાથી આ મુજબની www.iora.gujarat.gov.in/Cov19_login.aspx લિંક પરથી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પોર્ટલ ઉપર મોબાઇલ/કોમ્પ્યુટરથી OTP જનરેટ કરી નીચે મુજબના કોઈ પણ એક પુરાવો અપલોડ કરી અરજી કરવાની રહેશે.
• RT-PCR
* રેપીડ એન્ટીજન
• કોવિડ-૧૯ની તબીબી સારવાર નિદાનના આધારની નકલ
• મોલેક્યુલર ટેસ્ટ • ફોર્મ-૪ / ફોર્મ-૪-A આ સિવાય નીચે મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
– મૃતકના મરણ પ્રમાણપત્રની નકલ • વારસદારોનું સોગંધનામુ
• સહાય મેળવનાર વારસદારની બેંક પાસબુક/ક્રોસ ચેકની નકલ
આ સિવાય, સબંધિત મામલતદાર કચેરી કે જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે રૂબરૂ(ઓફલાઇન) અરજી પહોંચાડીને પણ અરજી કરી શકાશે.
અરજદાર/મૃતકના વારસદારને જો અરજીના નિર્ણય સામે વાંધો કે ફરીયાદ હોય તો નીચે જણાવ્યા મુજબની ગ્રીવન્સ રી-ડ્રેસલ સમિતિમાં ઓનલાઈન www.iora.gujarat.gov.in પોર્ટલ ઉપર અથવા રૂબરૂ કલેકટર કચેરીમાં અરજી કરી શકાશે.
– મહાનગરપાલિકા સિવાયના વિસ્તાર માટે –
• નિવાસી અધિક ક્લેક્ટર (RAC) (અધ્યક્ષ)
મુખ્ય જિલ્લા મેડીકલ ઓફીસર (CDMO)
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) (સભ્ય સચિવ)
ફિઝીશીયન (જિલ્લા હોસ્પિટલ/મેડીકલ કોલેજ) • પ્રોફેસર, કોમ્યુનિટી મેડિસીન (સંલગ્ન કોલેજ)
આ સિવાય પોર્ટલ સંબંધિત ઓનલાઇન અરજી કરવા બાબતે જરૂરી માર્ગદર્શન મેળવવા સારૂ જિલ્લા હેલ્પલાઇન નં. ૧૦૭૭ અને ૦૨૬૨૬- ૨૨૩૩૩૨ ઉપર સંપર્ક કરી શકાશે એમ કલેકટર તાપી દ્વારા જણાવાયું છે.
મળતી માહિતી મુજબ રાજકોટમાં કોરોનાથી સત્તાવાર મોતનો આંકડો 458 છે. જેની સામે રાજકોટમાં સહાય માટે 3 દિવસમાં 1 હજાર 700 ફોર્મ વહેંચાયા છે. જ્યારે અમદાવાદમાં કોરોનાથી સત્તાવાર મોતનો આંકડો 3 હજાર 357 છે. જ્યારે AMCએ માત્ર એક જ દિવસમાં 15 હજાર ફોર્મ વિતરણ માટે મૂક્યા છે. મૃતકના પરિવારજનોએ ડેથ સર્ટિફિકેટ માટે અરજી કરવી પડશે. અને મૃત્યુનું કારણ કોરોના ન હોય તેમાં અલગ ફોર્મ ભરવું જરૂરી છે. આ તમામ દસ્તાવેજની તપાસ સરકાર દ્વારા નિયુક્ત સમિતિ કરશે.