રાષ્ટ્રીય

બારડોલી ડિવિઝનની ૪૪૫ પોસ્ટ ઓફિસોમાં એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીનો પ્રારંભ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

ડિજિટલ ભારતના નિર્માણમાં ભારતીય ટપાલ વિભાગનું ક્રાંતિકારી પગલું:

એડવાન્સ્ડ પોસ્ટલ ટેક્નોલોજી દ્વારા દેશભરની સાથે બારડોલી ડિવિઝનની પોસ્ટ ઓફિસોનું સફળ ડિજિટલ પરિવર્તન

ભારતીય ટપાલ વિભાગનું ડિજિટલ પરિવર્તન: આઈટી ૨.૦ રોલઆઉટ એડવાન્સ્ડ પોસ્ટલ ટેક્નોલોજી

સુરત: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિપ્રેરિત નેતૃત્વ અને કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી જયોતિરાદિત્ય એમ. સિંધિયાના માર્ગદર્શન હેઠળ, ભારતીય ટપાલ વિભાગે સફળતાપૂર્વક ‘આઈટી ૨.૦ એડવાન્સ્ડ પોસ્ટલ ટેક્નોલોજી’ લોન્ચ કરી છે. આ ઐતિહાસિક ડિજિટલ અપગ્રેડ દેશભરના ૧.૬૫ લાખ પોસ્ટ ઓફિસના આધુનિકીકરણના અભિયાનની સાથે બારડોલી ડિવિજનની હેઠળની ૪૪૫ પોસ્ટ ઓફિસોને પણ ટેકનોલોજીથી આવરી લેવામાં આવી છે.
જે અંતર્ગત બારડોલી હેડ ઓફીસ, સુરત ગ્રામ્ય, તાપી તથા ડાંગ જિલ્લાની ૫૧ સબ પોસ્ટ ઓફિસ તેમજ ૩૯૩ બ્રાંચ પોસ્ટ ઓફિસ મળી કુલ ૪૪૫ પોસ્ટ ઓફિસોમાં સરકારના ડિજિટલ ઈન્ડિયા અને મેક ઈન ઈન્ડિયા વિઝન સાથે સાંકળવામાં આવી છે. IT ૨.0 ઝડપી, વધુ વિશ્વસનિય અને નાગરિક-કેન્દ્રિત પોસ્ટલ તથા નાણાકીય સેવાઓ દેશના દરેક ખૂણે પહોંચાડે છે, જે ભારતીય ટપાલ વિભાગની સર્વસમાવેશિતા અને સેવા શ્રેષ્ઠતાની પ્રતિબદ્ધતાને પુનઃસ્થાપિત કરશે.
IT ૨.0 રોલઆઉટને તબક્કાવાર અને વ્યૂહબદ્ધ રીતે સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવ્યું છે. ગુજરાત સર્કલમાં આ પ્રક્રિયા તા.૮ થી ૨૨ જુલાઈ દરમ્યાન તબક્કાવાર રોલઆઉટ કરવામાં આવી હતી. તા.૦૪ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં દેશના તમામ ૨૩ પોસ્ટલ સર્કલમાં ટેક્નોલોજી લાઈવ થઈ ગઈ હતી, જેમાં અંદાજિત ૧.૭૦ લાખથી વધુ પોસ્ટ ઓફિસો, મેઈલ ઓફિસો અને એડમિનિસ્ટ્રેટિવ યુનિટ્સનો સમાવેશ થાય છે.
આ પરિવર્તનને સફળ બનાવવા માટે ૪.૬ લાખથી વધુ કર્મચારીઓને ‘Train – Retrain – Refresh’ મોડલ હેઠળ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ કાસ્કેડ મોડલથી Master Trainers, User Champions અને End-Users સુધી પહોંચાડવામાં આવી હતી, જેના પરિણામે દરેક સ્તરે તૈયારીઓ સુનિશ્ચિત થઈ છે. સિસ્ટમની કાર્યક્ષમતા એવી છે કે એક જ દિવસે ૩૨ લાખ બુકિંગ્સ અને ૩૭ લાખ ડિલિવરીઓ સફળતાપૂર્વક સંભાળી શકાય છે, જે IT ૨.૦ની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતાનું જીવંત ઉદાહરણ છે.
આઈટી મોડર્નાઈઝેશન પ્રોજેક્ટ ૧.૦ની સફળતા પર આધાર રાખીને, નવું લોન્ચ કરાયેલ એડવાન્સ્ડ પોસ્ટલ ટેક્નોલોજી પ્લેટફોર્મ માઇક્રોસર્વિસ-આધારિત એપ્લિકેશન રજૂ કરે છે, જે ઝડપી, વધુ વિશ્વસનીય અને યુઝર-ફ્રેન્ડલી અનુભવ આપે છે. આ એપ્લિકેશનની ડિઝાઇન અને વિકાસ, સેન્ટર ફોર એક્સલન્સ ઈન પોસ્ટલ ટેક્નોલોજી દ્વારા સ્વદેશી રીતે કરવામાં આવેલ છે અને તે ભારત સરકારના મેઘરાજ ૨.૦ ક્લાઉડ પ્લેટફોર્મ પર હોસ્ટ કરવામાં આવી છે, BSNLની રાષ્ટ્રીય કનેક્ટિવિટી દ્વારા સપોર્ટેડ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है