રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ મહારાષ્ટ્ર રોજગાર મેળાને સંબોધન કર્યું : 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  24×7 વેબ પોર્ટલ 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ મહારાષ્ટ્ર રોજગાર મેળાને સંબોધન કર્યું : 

“મહારાષ્ટ્ર સરકાર યુવાનોને રોજગાર આપવા માટે મજબૂત સંકલ્પ સાથે આગળ વધી રહી છે”

“નોકરીઓની પ્રકૃતિ ઝડપથી બદલાઈ રહી છે અને સરકાર પણ વિવિધ પ્રકારની નોકરીઓ માટે સતત તકો ઊભી કરી રહી છે”

“રોજગાર અને સ્વ-રોજગારની તકો દલિત-પછાત, આદિવાસી, સામાન્ય વર્ગ અને મહિલાઓ માટે સમાનરૂપે ઉપલબ્ધ થઈ રહી છે”

“કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર માટે 2 લાખ કરોડથી વધુની કિંમતના લગભગ 225 પ્રોજેક્ટને મંજૂરી આપી છે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહારાષ્ટ્ર સરકારના રોજગાર મેળાને વીડિયો સંદેશ મારફતે  સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ધનતેરસ પર કેન્દ્રીય સ્તરે રોજગાર મેળાની કલ્પના શરૂ કરી હતી. કેન્દ્ર સરકારના સ્તરે 10 લાખ નોકરીઓ આપવાના અભિયાનની આ શરૂઆત હતી. ત્યારથી, પ્રધાનમંત્રીએ ગુજરાત અને J&K સરકારોના રોજગાર મેળાઓને સંબોધન કર્યું છે. “આટલા ઓછા સમયમાં રોજગાર મેળાના સંગઠનથી સ્પષ્ટ થાય છે કે મહારાષ્ટ્ર સરકાર યુવાનોને રોજગાર આપવા માટે મજબૂત સંકલ્પ સાથે આગળ વધી રહી છે. મને એ વાતનો પણ આનંદ છે કે આગામી સમયમાં મહારાષ્ટ્રમાં આવા રોજગાર મેળાઓનું વધુ વિસ્તરણ કરવામાં આવશે”, એમ શ્રી મોદીએ કહ્યું. મહારાષ્ટ્રના ગૃહ વિભાગ અને રાજ્યના ગ્રામીણ વિકાસ વિભાગમાં હજારો નિમણૂકો થશે.

પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે અમૃત કાળમાં દેશ વિકસિત ભારતના લક્ષ્ય પર કામ કરી રહ્યો છે જ્યાં યુવાનો મુખ્ય ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે “બદલાતા સમયમાં નોકરીઓની પ્રકૃતિ ઝડપથી બદલાઈ રહી છે, સરકાર પણ સતત વિવિધ પ્રકારની નોકરીઓ માટે તકો ઊભી કરી રહી છે.” તેમણે કહ્યું કે મુદ્રા યોજના યુવાનોને કોલેટરલ ફ્રી લોન આપી રહી છે અને 20 લાખ કરોડની લોન પહેલાથી જ વિતરિત કરવામાં આવી છે. તેવી જ રીતે, સ્ટાર્ટ-અપ અને MSME સેક્ટરને મોટા પાયે ટેકો આપવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના યુવાનોને આનો લાભ મળ્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે “સરકારના પ્રયાસોની સૌથી મહત્વની બાબત એ છે કે રોજગાર અને સ્વ-રોજગાર માટેની આ તકો દલિત-પછાત, આદિવાસી, સામાન્ય વર્ગ અને મહિલાઓ માટે સમાનરૂપે ઉપલબ્ધ થઈ રહી છે.” પ્રધાનમંત્રીએ સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી 8 કરોડ મહિલાઓને 5 લાખ કરોડ રૂપિયાની સહાયનો ઉલ્લેખ કર્યો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આજે, સરકાર સમગ્ર દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રોમાં જે રેકોર્ડ રોકાણ કરી રહી છે તે રોજગારીની નવી તકો ઊભી કરી રહી છે.” મહારાષ્ટ્રના સંદર્ભમાં, પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે કેન્દ્ર સરકારે રાજ્ય માટે 2 લાખ કરોડથી વધુની કિંમતના લગભગ 225 પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. 75 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટ્સ અને આધુનિક રસ્તાઓ માટેના 50 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. “આ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે અથવા કામ ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થવાનું છે”, એમ તેમણે કહ્યું. પ્રધાનમંત્રીએ તારણ કાઢ્યું હતું કે “જ્યારે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આટલી મોટી રકમ ખર્ચાય છે, ત્યારે તેના કારણે લાખો નવી રોજગારીની તકો ઊભી થાય છે.” 

સમાચાર સાથે આ પણ  વાંચો:

महाराष्ट्र में भरी जाएंगी 75 हजार सीटें (Maharashtra Jobs)

देश की आजादी के 75वें अमृतमहोत्सव के मौके पर महाराष्ट्र सरकार 75 हजार सीटें भरने जा रही है. देवेंद्र फडणवीस ने कहा कि सरकार ने सरकारी नौकरियों में अघोषित प्रतिबंध को खत्म करने का फैसला किया है.

18 हजार पदों पर पुलिस भर्ती (Maharashtra Police Job)

देवेंद्र फडणवीस ने कहा कि आने वाले समय में हम साढ़े 18 हजार पुलिस भर्ती का विज्ञापन कर रहे हैं, हम ग्राम विकास विभाग में कुछ पदों को भी भरने जा रहे हैं, सरकारी नौकरियों को पारदर्शी बनाया जाए, यह पूर्व में देखे गए घोटाले जैसा नहीं होगा, देवेंद्र फडणवीस ने कहा, हमने देश की बेहतरीन एजेंसियों को काम देने का फैसला किया है.

महाराष्ट्र में 15 हजार स्टार्टअप (Maharashtra Startup Plans)

देश के 80 हजार स्टार्टअप में से 15 हजार स्टार्टअप महाराष्ट्र में हैं, नियोक्ता स्वरोजगार बनाना चाहते हैं, राज्य की स्टार्टअप नीति तैयार की गई है, फडणवीस ने कहा कि हम स्टार्टअप बनाने और उसका विस्तार करने के लिए वित्त मुहैया करा रहे हैं.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है