
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ચીકદા ખાતે પૂર્વ વડાપ્રધાન સ્વ. ચંદ્રશેખર ના જન્મદિવસ નિમિત્તે ભજન કીર્તન સાથે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો;
દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી ચન્દ્રશેખરનાં 95 માં જન્મદિવસ નિમિત્તે રાજઘાટ નજીક અને ડેડિયાપાડા તાલુકાના ચીકદા ગામ ખાતે પણ સમાધિ બનાવવામાં આવી હતી, તેમની અંતિમ ઈચ્છા અનુસાર ત્યાં આદીવાસી બાળકો માટે આશ્રમશાળા ચાલે છે, ત્યાંનાં વિદ્યાર્થીઓ દ્વારા ભજન કીર્તન સાંસ્કૃતિક કાર્યક્રમ કરીને ચંદ્રશેખરજી ની ફોટા ઉપર ફૂલહાર કરીને એમને યાદ કરવામાં આવ્યા હતા, જેમાં પ્રધાનમંત્રી દ્વારા સ્થાપિત ભારતયાત્રા કેન્દ્ર સંસ્થાનનાં પ્રમુખ કે.મોહન.આર્ય, સંસ્થાન ટ્રસ્ટીઓ, ગ્રામજનો સ્કૂલનાં શિક્ષકો સ્ટાફ અને બાળકો હાજર રહ્યા હતા.
વડાપ્રધાનની આ સંસ્થાને તાલુકાની જનતા યાદ કરી રહી છે કે તેમણે આદિવાસી વિસ્તારમાં સંસ્થાન શરૂ કરીને ગરીબ બાળકોને ભણવામાં ખૂબ મદદ મળી રહી છે, સરકારનો સહયોગ ના કારણે થાય છે આ કામગીરી સફળ થઈ રહી છે સાથે સાથે દેશના વડાપ્રધાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહયોગથી સહયોગથી તા 14 એપ્રિલ 2022ના રોજ દિલ્લી ખાતે પૂર્વ પ્રધાન મંત્રી ઓના સંગ્રહાલયમાં પણ ચંદ્રશેખરજી ની ચીજવસ્તુ લગાવવામાં આવેલા છે. ભારતયાત્રા કેન્દ્ર સંસ્થાન દ્વારા સંગ્રહાલય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને પણ શુભેચ્છા પાઠવી છે.