રાષ્ટ્રીય

દેશના તમામ જિલ્લાઓમાં પોલીસ સ્ટેશનોમાં વિમેન હેલ્થ ડેસ્ક અને એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ્સ સ્થાપિત કરવા જોગવાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,

ગૃહ મંત્રાલયે દેશમાં મહિલાઓની સલામતી અને સુરક્ષા વધારવા કેટલાંક પગલાં લીધા:

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે છેલ્લાં 7 વર્ષમાં મહિલા સશક્તિકરણ માટે વિવિધ પગલાં લીધા;

મહિલાઓની સલામતી માટે વિવિધ પહેલો ઝડપથી શરૂ થઈ,

સમયસર અને અસરકારક રીતે તપાસ માટે ITSSO, NDSO, ક્રાઇ-મેક અને નવી નાગરિક સેવાઓ સહિત વિવિધ આઇટી પહેલો હાથ ધરવામાં આવી છે:

સરકારે પોલીસ સ્ટેશનોમાં વિમેન હેલ્થ ડેસ્ક (ડબલ્યુએચડી) સ્થાપિત કરવા અને દેશના તમામ જિલ્લાઓમાં એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ્સ (એએચટીયુ) સ્થાપિત કરવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે રૂ. 200 કરોડ મંજૂર કર્યા:

દેશમાં મહિલાઓની સલામતી અને સુરક્ષા વધારવા ગૃહ મંત્રાલયે વિવિધ પહેલો હાથ ધરી છેજે નિર્ભયા ફંડમાંથી ફંડ મેળવે છેગૃહ મંત્રાલયમાં અલગથી મહિલા સલામતી વિભાગની પણ સ્થાપના થઈ છેજે મહિલાઓની સલામતી સાથે સંબંધિત મુદ્દાઓ પર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને જાગૃત કરે છેજેમાં જાતિય સતામણીના કેસોની તપાસ સમયસર પૂર્ણ કરવાની બાબત સામેલ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે છેલ્લા વર્ષમાં મહિલા સશક્તિકરણ અને તેમની સલામતી અને સુરક્ષા માટે અનેક પગલાં લીધા છેજાતિય હિંસાના જઘન્ય બનાવો સામે મજબૂત વલણ અપનાવીને ભારત સરકારે અપરાધિક કાયદા સંશોધન ધારા 2018 મારફતે બળાત્કારની સજાને વધારે કડક બનાવી છે. પાયાના સ્તરે કાયદામાં સુધારાઓનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવા ગૃહ મંત્રાલયે વિવિધ પહેલો હાથ ધરી છે અને તેમની પ્રગતિ પર સતત નજર રાખવામાં આવે છેએમાં જાતિય અપરાધો માટેની તપાસ પર નજર રાખવાની વ્યવસ્થા (ITSSO), નેશનલ ડેટાબેઝ ઓફ સેક્સ્યુઅલ ઓફેન્ડર્સ (NDSO), ક્રાઇમેક (ક્રાઇમ મલ્ટિએજન્સી સેન્ટર) અને નવી નાગરિક સેવાઓ સામેલ છેઆ આઇટી પહેલો તપાસને સમયસર અને અસરકારક રીતે પૂર્ણ કરવામાં મદદરૂપ છેગૃહ મંત્રી અમિત શાહે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આ ઓનલાઇન માધ્યમોનો અસરકારક રીતે ઉપયોગ કરવાની ભલામણ કરી છે

ITSSO અને NDSO

જાતિય અપરાધો માટે તપાસ પર ટ્રેકિંગ રાખવાની સિસ્ટમ (ITSSO) એક ઓનલાઇન એનાલીટિકલ ટૂલ છેજેને જાતિય સતામણીના કેસોમાં પોલીસ તપાસ પર નજર રાખવા અને સમયસર પૂર્ણ કરવા પ્રસ્તુત કરવામાં આવ્યું છે (અપરાધિક કાયદા (સંશોધનધારા2018 મુજબ અત્યારે બે મહિના). બીજી તરફ નેશનલ ડેટાબેઝ ઓફ સેક્સ્યુઅલર ઓફેન્ડર્સ (NDSO) પણ શરૂ કરવામાં આવ્યો છેજેનો ઉદ્દેશ અવારનવાર અપરાધ કરનાર અપરાધીની ઓળખ કરવાનો અને સેક્સ ઓફેન્ડર્સ પર અને તપાસ  એલર્ટ મેળવવાનો છે,

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને અપરાધિક કેસોનો સમયસર નિકાલ સુનિશ્ચિત કરવાની સુવિધા પૂરી પાડવા માટે એક પગલાં તરીકે એડજર્નમેન્ટ એલર્ટ મોડ્યુલ પણ વિકસાવવામાં આવ્યું છેઆ મુજબજ્યારે સરકારી વકીલ કોઈ અપરાધના કેસમાં બે વારથી વધારે કેસ સ્થગિત કરવાની માંગણી કરેત્યારે સિસ્ટમ વરિષ્ઠ અધિકારીઓને વિલંબ ન કરવા માટે એલર્ટ મોકલવાની જોગવાઈ ધરાવે છે.

ક્રાઇમેક

ક્રાઇમ મલ્ટિ એજન્સી સેન્ટર (ક્રાઇમેક) 12 માર્ચ2020ના રોજ શરૂ કરવામાં આવ્યું છેજે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોલીસ સ્ટેશનો અને ઉચ્ચ ઓફિસો માટે જધન્ય અપરાધો પર અને આંતરરાજ્ય અપરાધના કેસોમાં સંકલન સ્થાપિત કરવા સાથે સંબંધિત અન્ય મુદ્દો પર માહિતી વહેંચવાની સુવિધા આપે છેઆનો ઉપયોગ ઇમેલ/એસએમએસ દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને અપરાધ અને આંતરરાજ્ય અપરાધીઓ પર એલર્ટ મોકલવા કે સંબંધિત માહિતી વહેંચવા થઈ શકશે

નવી નાગરિક સેવાઓ

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોએ એની પોર્ટલ digitalpolicecitizenservice.gov.in પર નવી નાગરિક સ વાઓ શરૂ કરી છેજે મહિલાઓ સામે અપરાધના કેસો માટે પ્રસ્તુત છેઆ સેવાઓમાં ‘મિસિંગ પર્સન સર્ચ’ (લાપતા વ્યક્તિની શોધજેવી કામગીરી સામેલ છેજે નાગરિકોને રાષ્ટ્રીય સ્તરે પાછી મળેલી ઓળખ ન ધરાવતી વ્યક્તિ/ઓળખ ન થયેલા મૃતદેહોના ડેટાબેઝમાંથી તેમના ગાયબ સગાસંબંધીઓને શોધવામાં મદદ કરે છેઅન્ય સેવામાં ‘પ્રોક્લેમ્ડ ઓફેન્ડર્સ’ (જાહેર થયેલ અપરાધીઓ)ની કામગીરી છેજે નાગરિકોને અપરાધીઓ પર ઓનલાઇન માહિતી પ્રદાન કરવામાં મદદરૂપ થાય છે

નિર્ભયા ફંડ પ્રોજેક્ટની ઝડપથી આગેકૂચ

ગૃહ મંત્રાલય નિર્ભયા ફંડ દ્વારા ચાલતા વિવિધ પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યાં છેજેનો આશય મહિલાઓની સલામતી અને સુરક્ષા વધારવાનો છેઆ પ્રકારની એક પહેલનું ઉદાહરણ ‘ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ઇઆરએસએસ)’ છેઆ વિવિધ પ્રકારની કટોકટી માટે અખિલ ભારતીયઆંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ પામેલો નંબર 112 છેઅત્યારે ઇઆરએસએસ દેશમાં 34 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત છે તથા માર્ચ2021 સુધીમાં અન્ય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત થવાની અપેક્ષા છે18 ફેબ્રુઆરી2019ના રોજ સત્તાવાર રીતે શરૂ થયા પછી ઇઆરએસએસએ સમગ્ર ભારતમાં 15.66 મિનિટ (31 જાન્યુઆરી2021 સુધી)ના અખિલ ભારતીય રિસ્પોન્સ ટાઇમ સાથે 11.48 કરોડ કોલનું સંચાલન કર્યું છેફેબ્રુઆરી2019 પછી અત્યાર સુધી 112 ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશનને 9.98 લાખ મોબાઇલ ડાઉનલોડિંગ મળ્યું છેજેમાં 5.75 લાખ યુઝરની નોંધણી થઈ છે જેમાથી 2.65 લાખ મહિલાઓ છે

મહિલા સામે સાયબર અપરાધ નિવારણ

મહિલાઓ અને બાળકો સામે સાયબર અપરાધ નિવારણ પર પણ ગૃહ મંત્રાલયે ધ્યાન કેન્દ્રિત કર્યું છેઅત્યારે આંધ્રપ્રદેશછત્તીસગઢગુજરાતહરિયાણાહિમાચલપ્રદેશકર્ણાટકકેરળમધ્યપ્રદેશમિઝોરમઓડિશાતેલંગાણાઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સહિત 14 રાજ્યોએ સાયબર ફોરેન્સિક ટ્રેનિંગ લેબોરેટરી સ્થાપિત કરી છે13295 પોલીસ કર્મચારીઓસરકારી વકીલો અને ન્યાયિક અધિકારીઓને મહિલાઓ અને બાળકો સામે સાયબર અપરાધને ઓળખવાનિદાન કરવા અને એનું સમાધાન કરવામાં તાલીમ આપવામાં આવી છેગૃહ મંત્રાલયે પોર્ટલ www.cybercrime.gov.in પણ શરૂ કરી છેજેમાં નાગરિકો અશ્લિલ સામગ્રી અંગે ફરિયાદ કરી શકે છે અને 72 કલાકની અંદર બ્લોક થઈ જવાની અપેક્ષા રાખે છેગૃહ મંત્રાલયે 30 ઓગસ્ટ2019ના રોજ નવું સ્વરૂપ ધરાવતી વેબસાઇટ પ્રસ્તુત કરી છે.

8શહેરોમાં સેફ સિટી પ્રોજેક્ટ

નિર્ભયા ફંડ દ્વારા ફંડ પ્રદાન કરવામાં આવતા પ્રોજેક્ટમાંશહેરો અમદાવાદબેંગાલુરુચેન્નાઈદિલ્હીહૈદરાબાદકોલકાતાલખનૌ અને મુંબઈમાં સેફ સિટી પ્રોજેક્ટનો અમલ થઈ રહ્યો છે પ્રોજેક્ટમાં ભારતમાં મહિલાઓની સલામતી સુધારવા ટેકનોલોજીનો ઉપયોગ સંકળાયેલો છેએમાં ડ્રોનનો ઉપયોગઅપરાધીઓ અને અપરાધિક પ્રવૃત્તિઓ વિશે પોલીસને સતર્ક કરવા સીસીટીવી કેમેરાનું ઇન્સ્ટોલેશનસ્માર્ટ લાઇટિંગ સિસ્ટમ જેવી ટેકનોલોજીસંચાલિત માળખું સામેલ છેસ્માર્ટ લાઇટિંગ સિસ્ટમમાં ગૂગલ મેપ્સ પર લોકેટ કરી શકાશે એવા શહેરના અપરાધિક કેન્દ્રો અને શૌચાલયોમાં અંધારું થતાં જ લાઇટ ચાલુ થઈ જાય છે.

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝને મજબૂત કરવી

ભારતમાં ન્યાયતંત્રને સુધારવા ગૃહ મંત્રાલયે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)ને મજબૂત કરીને અન્ય એક પહેલ હાથ ધરી છેફોરેન્સિક સાયન્સ કોઈ પણ અપરાધિક તપાસનું એક મહત્વપૂર્ણ પાસું છેકારણ કે આ સત્તામંડળને અપરાધમાં શંકાસ્પદને ઓળખવાઅપરાધનો સમય નક્કી ક રવા અને અપરાધ સાથે સંબંધિત અન્ય વિગતો આપી શકે છેઅપરાધમાં તપાસને વધારે સુધારવા દેશમાં ફોરેન્સિક સાયન્સ સુવિધાઓને મજબૂત કરવા નિર્ભયા ફંડમાંથી પણ ફંડ આપવનામાં આવે છેચંદીગઢમાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (સીએફએસએલ)માં 23 ડિસેમ્બર2019ના રોજ એક અદ્યતન ડીએનએ વિશ્લેષણ સુવિધાનું ઉદ્ઘાટન થયું છેઆ પ્રયોગાશાળાની ક્ષમતા વધીને દર વર્ષે 2,000 કેસનું સંચાલન કરવાની થઈ છેજાતિય સતામણી અને માનવહત્યામાનવ આપત્તિમાં પીડિતની ઓળખ માટે વિશેષ એકમો સ્થાપિત થયા છેતેમજ પેટરનિટી યુનિટ અને માઇટોકોન્ડ્રિયલ યુનિટ પણ કાર્યરત થયા છે.

જાતિય સતામણીના કેસોમાં પુરાવાની ચકાસણીમાં પ્રમાણભૂતતા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સિસ સર્વિસીસે જાતિ સતામણીના કેસોમાં ફોરેન્સિક પુરાવા એકત્ર કરવાએનું સંચાલન અને એનો સંગ્રહ કરવા માટે માર્ગદર્શિકા બહાર પાડી છેઆ સાથે જાતિય સતામણીના પુરાવા એકત્ર કરવાની કિટ પણ અધિસૂચિત કરવામાં આવી છેઆ માર્ગદર્શિકાઓ અને કેટ પર તપાસ અધિકારીઓ/ફરિયાદી અધિકારીઓ/તબીબી અધિકારીઓને તાલીમ પણ આપવામાં આવે છેબ્યૂરો ઓફ પોલીસ રિફોર્મ્સ એન્ડ ડેવલપમેન્ટ તથા લોકનાયક જયપ્રકાશ નારાયણ  ક્રિમિનોલોજી એન્ડ ફોરેન્સિક સાયન્સિસ દ્વારા જાતિય સતામણીના કેસોમાં ફોરેન્સિક પુરાવા એકત્ર કરવાએનું સંચાલન કરવા અને પરિવહન કરવા કુલ 13602 અધિકારીઓને તાલીમ આપી છેબીપીઆરએન્ડડી (બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ)એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 14950 સેક્સ્યુઅલ એસોલ્ટ એવિડન્સ કલેક્શન(SAEC)  કિટ્સ આપી છેઆ એસએઇસી કિટ્સ જાતિય સતામણીના કેસોમાં ફોરેન્સિક પુરાવાને અસરકારક રીતે મેળવવાએને સંભાળીને રાખવા અને એનો સંગ્રહ કરવાની સુવિધા આપશે.

સરકારે પોલીસ સ્ટેશનોમાં વિમેન હેલ્પ ડેસ્ક (WHD)  સ્થાપિત  કરવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રૂ200 કરોડ મંજૂર કર્યા છે તથા દેશના તમામ જિલ્લાઓમાં તથા જોખમકારક સરહદો પર એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ્સ સ્થાપિત  કરશે/મજબૂત  કરશે.

ભારત સરકાર મહિલાઓ અને બાળકોની સલામતી અને સુરક્ષા પ્રત્યે કટિબદ્ધ છે તથા ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યાં છેજે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને મહિલાઓ માટે સલામત સ્થાન બનાવવાની સાથે દેશની મહિલાઓને સ્વતંત્ર રીતે જીવન જીવવા સક્ષામ બનવાશે  સક્ષમ બનાવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है