
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
પોલીસ અધિક્ષક શ્રી હીમકરસિંહ નર્મદા નાઓને દારૂના દૂષણને ડામવા તેમજ અસરકારક કામગીરી કરવા માટે કડક સુચના આપેલ હોય જે પગલેના પોલીસ અધિક્ષક શ્રી રાજપીપળાના ઓના સીધા માર્ગદર્શન આધારે સર્કલ પોલીસ ઈન્સપેકટર ડેડીયાપાડા શ્રી.પી. પી. ચૌધરી તથા સ્ટાફ નાઓને મળેલ બાતમી આધારે ઘનશેરા ચેક પોસ્ટ ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલ તથા હોમગાર્ડના સ્ટાફના માણસો સાથે વાહન ચેકીંગ દરમ્યાન નબર જી. જે. ૫ એ .આર. ૪૭૯૨ ની સેટ્રો ફોર વ્હીલ ગાડી આવતા ગાડી ઉભી રાખતા એમાં બેસેલા બે ઇસમો ભાગવા લાગેલ હતા. જેથી પોલીસ સ્ટાફના માણસોએ પીછો કરી એક ઈસમને પકડી પાડેલ હતો અને બીજો ઈસમ વાવેતર કરેલ ખેતર માથી નાસી ગયેલ હતો. ગાડીની અંદર તપાસ કરતા ડ્રાઇવર સીટ અને તેની બાજુની સીટની નીચેથી અને ગાડીના પાછળના ભાગેની ગેસ કીટ ફીટ કરેલ હોય તેમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવેલ હતો, જે ભારતીય બનાવટનો કુલ પ્રોહી મુદામાલ કીમત રૂપિયા ૧૭૦૦૦/- ફોર વ્હીલ ગાડીની કીમત રૂપિયા પ૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ ૧ કીમત રૂપિયા ૪૦૦૦/-નો તમામ મળી કુલ કીમત રૂપિયા ૭૧૦૦૦/- નો પ્રોહીં મુદામાલ ગણી વધુ તપાસ અર્થે આરોપી ઇનેશભાઇ જાલમસીગભાઇ વસાવે રહે.મહુપાડા તા.અક્લકુવા જી.નદુરબાર (મહારાષ્ટ્ર)વાળા વિરૂધ્ધમાં સાગબારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ રજીસ્ટર કરવામાં આવેલ છે,
પોલીસ અધિક્ષક શ્રી નર્મદા તથા ના.પોલીસ અધિક્ષક રાજપીપલા નાઓની સુચના અને માર્ગદર્શન આધારે વધુમાં વધુ ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પ્રયત્ન શીલ છે.