શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
સાગબારા તાલુકાના પાટ ખાતે છાત્રાલય લોકાર્પણ સમારોહ યોજાયો:
સર્જન વસાવા, દેડીયાપાડા: સાગબારા તાલુકાના પાટ ગામે મહેક ચેરીટેબલ ટ્રસ્ટ આણંદ સંચાલિત વે મેડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે શ્રી આચાર્ય વિનોબા ભાવેના સર્વોદયી વિચારોથી પ્રેરીત માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરતના પ્રમુખ શ્રી કેશુભાઈ ગોટી અને સહયોગી દાતા શ્રીમાન મનીષભાઈ લક્ષ્મણભાઈ મોરાડીયાના અધ્યક્ષ પણે આજરોજ કુમાર – કન્યા છત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આજના કુમાર – કન્યા છત્રાલયનું નવા મકાન ના લોકાર્પણ પ્રસંગે અધ્યક્ષ સ્થાને રસિકભાઈ પ્રેમજીભાઈ ભોજાણી તથા શુભચિંતક તરીકે ધબકાર ન્યૂઝ પેપર સુરતના તંત્રી શ્રી નરેશભાઈ વરિયા ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમ ને દીપાવ્યો હતો.
કુમાર – કન્યા છત્રાલયનું લોકાર્પણ પ્રસંગે નર્મદા જીલ્લાના કલેકટર શ્રી સંજય કે. મોદી સાહેબની પ્રેરક હાજરી બાળકો માટે પ્રોત્સાહનરૂપ બની રહી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વે મેડ સ્કૂલના બાળકોએ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના સંચાલક બળવંતભાઈ કે. પરમાર તથા આચાર્યા મીનાક્ષીબેન બી. પરમાર દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું. સમગ્ર કુમાર – કન્યા છત્રાલયનું લોકાર્પણ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં દાતાઓ, આગેવાનો અને સંચાલકો જોડાયા હતા.