દક્ષિણ ગુજરાત

શુભ પ્રસંગોમાં મોડી રાત્રે સુધી બેન્ડ પાર્ટી વગાડતા લોકો પર નર્મદા પોલીસની લાલ આંખ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

શુભ પ્રસંગોમાં મોડી રાત્રે સુધી બેન્ડ પાર્ટી વગાડતા લોકો પર નર્મદા પોલીસની લાલ આંખ!!!

કોઠિ ગામે લગ્નમાં વહેલી સવાર સુધી ડીજે વગાડનાર સામે કેવડીયા પોલીસે ગુનો દાખલ કર્યો;

 નર્મદા જિલ્લામાં રાત્રે દસ વાગ્યા બાદ ડીજે વગાડવા પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક હરખઘેલા લોકો પોતાના શુભ પ્રસંગો માં કાયદાની એસિતેસી કરી મનમાની કરતા હોય એવા લોકો સામે પોલીસની બાઝ નજર હોવાથી કેવડીયા પોલીસે કોઠી ગામ માંથી લગ્નમાં મોડી રાત સુધી ડીજે વગાડનાર સામે ગુનો દાખલ કર્યો છે.

મળતી વિગતો અનુસાર કેવડીયા પોલીસે કોઠી ગમામાં ચાલતા લગ્નમાં પહોંચી અજયભાઇ રમણભાઇ તડવી રહે.સુકા વસાહત તા.ગરૂડેશ્વર જી.નર્મદા તથા વરરાજા ના પિતા ઇશ્વરભાઇ ગણપતભાઇ તડવી રહે. ગાડકોઇ તા. ગરૂડેશ્વર જી નર્મદાનાઓએ વગર પરમીશને રાત્રીના કલાક ૦૩:૪૫ વાગે જે.એસ.બેન્ડના ડી.જે. વગાડી પ્રદુષણ તથા તીવ્ર ઘોઘાટ કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતા કાયદેસર કાર્યવાહી કરી છે.

(એક જાહેરનામાં દ્વારા અમદાવાદ સાથે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પોલીસે કેટલાક નવા નિયમો જારી કર્યાં છે. ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ 144 હેઠળ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેના મુજબ DJ માઇક સિસ્ટમના ઉપયોગ પર કેટલાક નિયંત્રણ મુકવામાં આવ્યા છે.)

આ પણ વાંચો :

હોસ્પીટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના ૧૦૦ મીટરના ઘેરાવાનાં વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે, જેથી શાંત વિસ્તારની આજુબાજુમાં માઈક સીસ્ટમનો ઉપયોગ થઈ શકે નહીં.

એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમ્યુનલ લાગણી ઉશ્કેરાય તેવા ઉચ્ચારણો ગાયનોનો માઈક સીસ્ટમમાં ઉપયોગ કરવો નહીં. રસ્તાની ડાબીબાજુ ચાલવા. ટ્રાફીકને અડચણ ન થાય તથા ટ્રાફીકના તમામ નિયમો કાયદાઓનો અમલ કરવા તથા જાહેર રસ્તા પર નાચ ગાન , ગરબા કરવા નહિ  ડી.જે. સીસ્ટમ એમ્બીઅન્ટ એર ક્વોલીટી સ્ટાર્ન્ડડ ઈન રીસ્પેકટ ઓફ નોઇઝ અંગે નામદાર સુપ્રિમ કોર્ટના વખતો વખતના ચુકાદાનાં નિર્દેશ તથા ધી નોઈઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ -૨૦૦૦ ના ઈન્વાયરમેન્ટ = પ્રોટેકશનની જોગવાઈ મુજબ એમ્બીઅન્ટ એર ક્વોલીટી સ્ટાન્ડર્ડ હોવુ જોઈએ તે જોતા ડી.જે.સીસ્ટમ વગાડવા માટે ઉપર જણાવેલ તમામ જોગવાઈઓનો ઉલ્લંધન કરતા હોય તેવુ જાહેર જગ્યાએ ખુલ્લા સ્થળોએ વગાડવા પર પ્રતિબંધ છે.

શરતોને આધિન અગાઉથી અધિકૃત પરવાનગી આધારે ઉપરોકત પ્રતિબંધમાંથી છુટછાટ રહેશે.

સમગ્ર મામલો હાઈકોર્ટમાં : 

જાહેર જગ્યા કે લગ્ન પ્રંસગોમાં ડી.જે. કે લાઉડ સ્પીકર વગાડવા પર નિયત્રંણ મુકવા માટે હાઈકોર્ટમાં અરજી કરાઇ છે. અરજીમાં એવી રજૂઆતમાં કરાઇ હતી કે, જાહેરમાં લાઉડ સ્પીકર અને ડી.જેના અવાજને લીધે અવાજનું પ્રદૂષણ થાય છે.

સરકાર તરફે એવી દલીલ કરાઇ હતીકે, લગ્ન પ્રસંગે સંપૂર્ણ રીતે ડી.જે. વગાડવા પર પ્રતિબંધ મુકવાનો કોઇ નિયમ નથી. તેના માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. અવાજના પ્રદૂષણ મામલે કોર્ટ દ્વારા જીપીસીબીને જવાબ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

જીપીસીબીના કેટલા ડીસેબલ પર ડી.જે. વગાડી શકાય તે અંગે કોઇ સ્પષ્ટ નિયમ હોય તો તે અંગે સોગંદનામું કરવા આદેશ કર્યો હતો. મોટા અવાજે વગાડાતા ડી.જે. મ્યુઝિકને લીધે જ્યાં સ્પીકર હોય તેની આસપાસમાં ઉભા રહેલા લોકોના હૃદયને તેની માઠી અસર પડે છે. એટલુ જ નહીં બહેરાશ પણ આવી શકે છે.

રિપોર્ટર: સર્જન વસાવા નર્મદા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है