શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
વર્ષોથી બંધ વૉટર ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવા ભાજપ અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલે મધ્યસ્થી કરી નર્મદા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને પાલિકાના CO સાથે બેઠક કરી:
રાજપીપળા : રાજપીપળાના શહેરિજનો હવે આવનારા દિવસમાં કરજણ યોજનાનું ફિલ્ટર પાણી મળશે, છેલ્લા ઘણા વર્ષોથી બંધ વૉટર ફિલ્ટર પ્લાન્ટ આવનારા દિવસોમાં ફરી ચાલુ થશે.નર્મદા જિલ્લા ભાજપ અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલે મધ્યસ્થતા કરતા છેલ્લા ઘણા વર્ષોથી બંધ વૉટર ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવા તંત્રએ કામગીરી હાથ ધરી છે.
રાજપીપળા શહેરવાસીઓને ફિલ્ટર યુક્ત પાણી મળી રહે એ માટે વર્ષો પહેલા કરજણ ડેમ આધારિત કરોડો રૂપિયા ના ખર્ચે વૉટર ફિલ્ટર પ્લાન્ટનું નિર્માણ કર્યું હતું.થોડોક સમય સુધી એ પ્લાન્ટ ચાલ્યો પછી કોઈક કારણોસર એ પ્લાન્ટ બંધ થઈ ગયો. હાલ સરકારે “નલ સે જળ” યોજના અંતર્ગત લોકોના ઘરે ઘરે પાણી મળી રહે એવુ આયોજન કર્યું છે.ઘણા વર્ષોથી બંધ વૉટર ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવા નર્મદા જિલ્લાના નવનિયુક્ત ભાજપ અધ્યક્ષ ઘનશ્યામ ભાઈ પટેલે મધ્યસ્થી કરી નર્મદા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને રાજપીપળા પાલિકા CO સાથે બેઠક કરી, આવનારા દિવસોમાં બંધ પ્લાન્ટ ફરી કાર્યરત થશે અને કરજણ ડેમનું ફિલ્ટર પાણી રાજપીપળા શહેરીજ નોને મળતું થશે.
નર્મદા જિલ્લા ભાજપ અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલે આ બંધ ફિલ્ટર પ્લાન્ટ માટે દરમિયાનગીરી કરતા ટૂંક સમય માં આ પ્લાન્ટ શરૂ થશે એમ જાણવા મળ્યું છે. જોકે કરજણ ના અધિકારીઓએ એમ જણાવ્યું હતું કે વૉટર ફિલ્ટર પ્લાન્ટમાં થોડીક ખામી છે એ રીપેર કરી બંધ પ્લાન્ટ ફરી ચાલુ કરવામાં આવશે અને રાજપીપળા શહેરીજનોને કરજણનું ફિલ્ટર યુક્ત પાણી મળશે.
બોક્ષ: જોકે આ બાબતે નગરપાલિકાના મુખ્ય અધિકારી પરાક્રમસિંહ મકવાણા એ જણાવ્યું હતું કે ફિલ્ટર પાણી બાબતે મારે બેઠક થઈ છે પરંતુ હાલ પાણીના આ પ્લાન્ટ ની શુ સ્થિતિ છે અને કેવી રીતે કામગીરી થઈ શકે એ માટે એન્જીનીયર સાથે મિટિંગ કર્યા બાદ આગળ શું થઈ શકે એ જોવું પડશે.