દક્ષિણ ગુજરાત

મુરદડ પ્રાથમિક શાળા અને સાવિત્રીબાઈ ફુલે અનાથ આશ્રમના અને જરૂરીયાતમંદ બાળકોની મદદે માર્શ ગ્રુપ:

સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં માર્શ ગ્રુપના પ્રતિનિધિ જીતુભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

મુરદડ પ્રાથમિક શાળા અને સાવિત્રીબાઈ ફુલે અનાથ અને જરૂરીયાતમંદ બાળકોની મદદે આવ્યું સુરતનું સમાજસેવી  માર્શ ગ્રુપ:

  ચુનીલાલ ચૌધરી, કપરાડા:  ગતરોજ ૧૫/૦૮/૨૦૨૫ ના રોજ માર્શ ગ્રુપ  (રાજા પાન) સૈયદપુરા સુરત ના સહયોગ દ્વારા  ધરમપુર થી ૪૫ કિલોમીટર દૂર મહારાષ્ટ્ર બોર્ડર પરના અંતરિયાળ ગામે આવેલ મુરદડ પ્રાથમિક શાળા અને સાવિત્રીબાઈ ફુલે અનાથઆશ્રમ  અને જરૂરીયાતમંદ બાળકોની છાત્રાલય મા રાષ્ટ્ર ના ૭૯ મા સ્વતંત્રતા પર્વ  ની ઉજવણી માર્શ ગ્રુપ  ના પ્રતિનિધિ શ્રી જીતુભાઈ પટેલ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
મુરદડ ગામે આવેલી સાવિત્રીબાઈ ફુલે અનાથ અને જરૂરીયાતમંદ બાળકોની છાત્રાલય મા રહી અભ્યાસ કરતા ૧૫૦ બાળકો માટે સુરત ના સમાજસેવી અને  દાતા શ્રી ભદ્રેશભાઈ કંચનલાલ વાડીવાલા દ્વારા તેમના માતા સ્વ. લલિતાબેન કંચનલાલ વાડીવાલા ના સ્મરણાથેૅ અને તેમના  ડોગ સ્વ. સેમ વાડીવાલા ના સ્મરણાથેૅ ખાદી ના ટુવાલ/રૂમાલ  નું વિતરણ કરવામાં આવ્યું હતુ.

આજના કાર્યક્રમમાં  શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને ગામના લોકો સહિત ૪૦૦ માણસો માટે પકવાન સાથે નું ભોજન અને છાત્રાલયના બાળકો માટે ૧૫૦ નંગ બેસવા માટે આસાન સુરત ના દાતાશ્રીઓ શ્રીચિરાયુ મુળજીભાઈ પટેલ (પટેલ ઓક્સિજન ઈચ્છાપોર સુરત), શ્રીભીખુભાઈ હિરાલાલ સોની, શ્રી કેતનકુમાર કિશનભાઈ પટેલ, શ્રીપ્રકાશભાઈ શુકકરભાઈ પટેલ (ભરૂચ), શ્રીમતી શાંતાબેન અશોકકુમાર પવાર, અને એક અનામી દાતાશ્રી દ્વારા મદદ પ્રાપ્ત થઇ હતી.
સુરત ખાતેના સમાજસેવી માર્શ ગ્રુપ  ના પ્રમુખ શ્રીપીયુષભાઈ મોદી અને કાર્યકરો શ્રીઅરૂણભાઈ ઘીવાલા, શ્રીરજનીભાઈ પટેલ, શ્રી સુભાષભાઈ પ્રજાપતિ, શ્રી ધીરૂભાઈ પાંડવ, શ્રી અક્ષયભાઈ પાઘડાર, શ્રીપ્રકાશભાઈ વાડીવાલા, શ્રીઅશોકભાઈ પવાર, શ્રી દેવુભાઈ ભોયા સાહેબ, શ્રીકેતનભાઈ પટેલ અને જીતુભાઈ પટેલ ના હસ્તે ૧૫૦ નંગ ખાદી ના ટુવાલ અને બેસવા માટે આશન નું વિતરણ કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા..
આજના સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળા ના આચાર્ય શ્રી તથા શિક્ષકો અને સંસ્થા સંચાલક શ્રીનિલેશભાઈ નીકુળ્યા અને કર્મચારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. શાળા પરિવાર, બાળકો અને ગામના લોકોમાં માર્શ ગ્રુપ દ્વારા કરેલ સેવાયજ્ઞ બદલ આંનદ ની  લાગણી વ્યાપી ગઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है