શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા ખાતે મહિલા સામખ્ય એ મિશન મંગલમ સાથે કોર્ડીંનેશન કરી તાલુકા પંચાયત હોલ ખાતે સંઘ મહાસંઘની બહેનો સાથે મળીને બહેનોને ગૃહ ઉદ્યોગ તેમજ આર્થિક રોજગારી કઈ રીતે મેળવવી તેમજ ગૃહ ઉદ્યોગો થકી આર્થિક પરિસ્થિતિ ને દૂર કરવા તેનું વેચાણ માર્કેટિંગ વિશે તાલીમાર્થીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મહિલા સામખ્ય નર્મદા ડેડીયાપાડા, સાગબારા આર્થિક તાલીમ સૌ પ્રથમ તાલીમની શરૂઆત પ્રાથૅના બાદ પરિચય થી કરવામાં આવી, જેમા કોવિડ 19 મા સાવચેતી રાખવાની ચર્ચા કરી હતી, સ્વરોજગારીના મુદ્દે આર્થિક તાલીમ આપવામાં આવી, કુટીર ઉદ્યોગ બાબતે, સિવણ કલાસ, રૂ ની દિવેટ બનાવવાની, અગરબત્તી બનાવવાની,બાજ પડીયા, બચતગૃપ સામુહિક પ્રવ્રૂતિઓ વગેરે આવરી લઈ જે.આર.પી. પ્રજ્ઞાબેન દ્વારા માગૅદશૅન આપવામાં આવ્યું હતું, જેમાં આર્થિક રીતે પગભર થવા માટે મિશન મંગલમ સાથે સંકલન કર્યુ હતું, જેમાં 6 સંઘોમાં બહેનો લોકફાળો 1 ગામમાં 5000 લેખે બહેનો ફંડ એકત્ર કરી દિવેટ બનાવવાનુ મશીન મેળવી આગામી ટૂંક સમયમાં બહેનો રોજગારી મેળવશે, જેમાં ખાસ આજ રોજ આર્થિક તાલીમમાં આવેલ જયદીપભાઈ તથા સર્જનભાઇ બહેનોને કાચો માલ કયાંથી લાવવાનો અને બનાવેલો માલ કયાં આપવાનો તે વિશે વિગતવાર સમજ આપી આ તાલીમમાં સંઘ મહાસંઘની બહેનો તથા સી. આર.પી. બહેનો, માહિતી સંચાલિકા બહેનો ડેડીયાપાડા તથા સાગબારા તાલુકા માંથી બહેનો આ તાલીમમાં ભાગ લીધો હતો.