
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનીરીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ નાઓ તરફથી પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃત્તિ નેસ્ટ નાબુત કરવા સારૂ સુચના આપેલ હોય અને હાલમાં પ્રોહી-જુગારની ડ્રાઇવ ચાલતી હોય જે આધારે I/C પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા ભરૂચ નાઓએ અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ અંકલેશ્વર ડિવીઝન નાઓ તરફથી થર્ટી ફર્સ્ટ અનુસંધાને ગે.કા વિદેશી દારૂનુ ચોરી છુપીથી વેચાણ કરતા ઇસમો ઉપર વોચ રાખી ગે.કા પ્રવ્રુતી જણાય આવેથી કાયદેસર કાર્યવાહી કરવા આયોજન કરવામા આવેલ હોય તેઓના માર્ગદર્શન હેઠળ નીચે મુજબનો પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢવામા આવેલ છે.
વિગત:- અંકલેશ્વર શહેર પો.સ્ટે વિસ્તારમાં થર્ટી ફર્સ્ટ અનુસંધાને કોમ્બિઇંગ નાઇટ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે માંડવા ગામે વસાવા ફળીયામાં રહેતો પ્રવીણભાઇ ઇશ્વરભાઇ વસાવાએ માંડવા ગામની સીમમાં બાવળની ઝાડીમાં ઈગ્લીંશ દારૂ સંતાડેલ છે જે બાતમી આઘારે માંડવા ગામની સીમમાં જુના માંડાવા ગામના રસ્તા પાસે આવેલ બાવળની ઝાડી પાસે રેઈડ કરતા પુઠ્ઠા ના બોક્ષમાં તથા પ્લા થેલીમાં ગે.કા. ભારતીય બનાવટનો ઈગ્લીંશ દારૂ ભરેલ મળી આવેલ જે ગણી જોતા ૧૮૦ મીલીની કાચની બોટલો/બીયર કુલ્લે નંગ : ૭૯૨ કુલ કિ.રૂ ૭૯,૨૦૦/-નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી :- (૧) શાહીલ ઉર્ફે શાહુ શબ્બીર મોગલ રહે .માંડવા રોડ ફળીયુ તા-અંક્લેશ્વર જી ભરૂચ
વોન્ટેડ (૨) પ્રવીણભાઇ ઇશ્વરભાઇ વસાવા રહે.માંડવા , વસાવા ફળીયુ, તા-અંક્લેશ્વર જી.ભરૂચ