
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી
પ્રાપ્ત માહિતી મુજબ તારીખ ૪ ઓગસ્ટના રોજ માંગરોળ તાલુકાના બોરસદ ગામે, ટેકરી ફળિયામાં રહેતો ૨૧ વર્ષીય ભાવેશ જગદીશ વસાવા સાંજના સમયે પોતાની મોટર સાયકલ લઈને નાનીનરોલી ગામે પાર્ટીમાં ગયો હતો.
પરંતુ રાત્રીના સાડા અગિયાર વાગ્યા સુધીમાં ઘરે પરત ન ફરતા એના પરિવારજનો અને ગામના કેટલાક લોકો એને શોધવા માટે ઉમેલાવ થી નાનીનરોલી જતા માર્ગ ઉપર શોધવા નીકળ્યા હતા, તે દરમિયાન રાત્રીના પોણા બાર વાગ્યાની આસપાસ ઉમેલાવ ગામની સીમમાં જતા માર્ગ ઉપર જમણી સાઇટ પર ભાવેશની મોટરસાયકલ પડેલી હતી. આ મોટર સાયકલ જ્યાં હતી ત્યાંથી પચાસ ફૂટનાં અંતરે શેરડીના ખેતરમાં ભાવેશ મૃત હાલતમાં મળી આવ્યો હતો.જેથી આ બનાવની જાણ માંગરોળ પોલીસને કરતા માંગરોળ પોલીસ ઘટનાં સ્થળે પોહચી લાશનો કબજો લઈ લાશનું માંગરોળ સરકારી હોસ્પિટમાં પી.એમ. કરાવી લાશનો કબજો ભાવેશના પરિવારજનોને સુપ્રત કર્યો હતો.આ અંગેની ફરિયાદ મરનારના પિતા જગદીશભાઈ ઉક્કડ વસાવા એ માંગરોળ પોલીસ મથકે આપી હતી.
આ બનાવને આજે દોઢ માસ થયો છે એ દરમિયાન ગત તારીખ ૨૦ ઓગસ્ટના બોરસદ ગ્રામજનોએ રાજ્યપાલને સંબોધીને તૈયાર કરેલું આવેદનપત્ર માંગરોળના મામલતદાર અને PSI ને આપી એમાં ઉપરોક્ત વિગતો જણાવી, આરોપીઓની શોધખોળ કરવાની માંગ કરી હતી.આ પ્રશ્ને માંગરોળ પોલીસ પાસેથી જાણવા મળ્યું છે કે મરનારનો પી.એમ.રીપોર્ટ FSL ટીમ પાસે ઇન્વેસ્ટિગેશન માટે મોકલવામાં આવ્યો છે. FSL કચેરીમાંથી પી.એમ.ના આધારે જે અહેવાલ આવશે ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.