શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડીયાપાડા માં કોરોના કેસ વધતા પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો:
નર્મદા જિલ્લામાં હાલ કોરોના ના કેસ માં વધારો થઈ રહ્યો છે જેને ધ્યાનમાં લઈને ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે ઓળખાતા પોલીસ વિભાગના તમામ કર્મચારીઓનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
નર્મદા જીલ્લાનાં દેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે દેડીયાપાડા નાં અધિકારીઓ સહિત તમામ પોલીસ જવાનો, જી.આર.ડી. નાં જવાનો, હોમ ગાર્ડ, ગ્રામ રક્ષક દળ નાં જવાનો તેમજ ટ્રાફિક બ્રિગેડ ના જવાનો સહિત કુલ 120 જેટલા કર્મચારીઓને રેપીડ એન્ટીજન અને RTPCR કોરોના ટેસ્ટ કરી નમૂના લેવામાં આવ્યા હતા.