શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
રાજપીપલા :- કોરોના વાઇરસનો ફેલાવો અટકાવવા તેમાંથી બચવા સેવા રૂરલ –ઝઘડીયા અને યુનીસેફ ગાંધીનગરનાં સૌજન્યથી નર્મદા જિલ્લામાં રાજપીપલા સિવીલ હોસ્પિટલ, તિલકવાડા, ગરૂડેશ્વર, દેડીયાપાડા અને સાગબારા ગવર્મેન્ટના સી.એચ.સી પર “હેન્ડવોશ સ્ટેશન” દરદીઓ અને સ્ટાફ માટે મુકવામાં આવ્યા છે. રાજપીપલા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારશ્રી ડૉ. કે.પી.પટેલના હસ્તે આ “હેન્ડવોશ સ્ટેશન” ને ખૂલ્લુ મુકાયું હતું.
આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ સીવીલ સર્જન ડૉ. સંગીતા પરીખ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામીત, આર.એમ.ઓ શ્રી ડૉ. માજીગામકર, યુનીસેફના વોશ કન્સલ્ટન્ટ શ્રી અરૂણભાઇ, સેવા રૂરલ ટ્રસ્ટીશ્રી ગીરીશભાઇ શાહ અને ડૉ. શોભાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે કોરોના વધુ કેસ ધરાવતા પ્રતાપનગર અને કરાંઠા વિસ્તારમાં કુલ ૬૮૮ “કોવિડ હાઇજીન કીટ” નું વિતરણ કરાયું. નર્મદા જિલ્લાના સરકારશ્રી PHC સબસેન્ટર પર ૨૦૨ જેટલી કીટ અપાઇ. જે આ જંગ સામે લડનાર ફ્રન્ટલાઇન વોરીયર્સ એવા આરોગ્ય કાર્યકરો માટે ઉપયોગી બનશે. હોસ્પિટલમાં આવનાર દરદીઓ અને સગાઓ આ “હેન્ડવોશ સ્ટેશન” નો ઉપયોગ કરી શકશે અને કોરોનાના ચેપ સામે રક્ષણ મેળવી શકશે.