દક્ષિણ ગુજરાત

નર્મદા જિલ્લાના સમગ્ર શહેરી,ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ ધાર્મિક તહેવારોની જાહેરમાં ઉજવણી હાલ પુરતી બંધ!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા જિલ્લાના સમગ્ર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ ધાર્મિક તહેવારોની જાહેરમાં ઉજવણી, શોભાયાત્રા, મેળાઓ, પગપાળા યાત્રાઓ, પદયાત્રિકો માટેના સેવા કેમ્પો, તાજીયાના જુલુસ તથા વિસર્જનયાત્રા/ સરઘસ વગેરે જેવી તમામ પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ:

નર્મદા: રાજપીપલા, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૯/૦૭/૨૦૨૦ના હુકમ નં. 40-3/2020/DM-I(A) અન્વયે ગૃહવિભાગના તા.૩૧/૦૭/૨૦૨૦ ના જાહેરનામા ક્રમાંક: જીજી/૪૮/૨૦૨૦/વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨થી સમગ્ર રાજ્યમાં તા.૨૯/૦૭/૨૦૨૦ના ગૃહ મંત્રાલયના હુકમ સાથેની માર્ગદર્શક સુચનાઓ બહાર પાડવામાં આવેલ છે. તદ્દઉપરાંત ધાર્મિક સ્થાનો અને પૂજાના સ્થળો સબંધમાં કેન્દ્ર સરકાર ધ્વારા બહાર પાડવામાં આવેલ SOPને અનુલક્ષીને રાજ્ય સરકાર ધ્વારા તા.૦૭/૦૬/૨૦૨૦ના હુકમથી જરૂરી સુચનાઓ બહાર પાડવામાં આવી છે.

વંચાણે લીધેલ આમુખમાં દર્શાવેલ ગૃહ વિભાગ, ગુજરાત સરકારશ્રીના તા.૦૮/૦૮/૨૦૨૦ના હુકમથી આગામી તા.૧૨/૮/૨૦૨૦ના રોજ જન્માષ્ટમી, તા.૧૫/૦૮/૨૦૨૦ થી તા.૨૧/૦૮/૨૦૨૦ દરમ્યાન પર્યુષણ, તા.૨૧/૦૮/૨૦૨૦ થી તા.૨૪/૦૮/૨૦૨૦ દરમ્યાન તરણેતરનો મેળો, તા.૨૨/૦૮/૨૦૨૦ થી તા.૦૧/૦૯/૨૦૨૦ દરમ્યાન ગણેશ મહોત્સવ, તા.૨૮/૦૮/૨૦૨૦ થી તા.૨૯/૦૮/૨૦૨૦ દરમ્યાન રામાપીરનો મેળો, તા.૨૭/૦૮/૨૦૨૦ થી તા.૦૨/૦૯/૨૦૨૦ દરમ્યાન ભાદરવી પૂનમનો મેળો, તા.૨૯/૦૮/૨૦૨૦ થી તા.૩૦/૦૮/૨૦૨૦ દરમ્યાન મહોરમના તહેવારની ઉજવણી થનાર છે.

રાજ્યમાં હાલની કોરોના મહામારીની સ્થિતી લક્ષમાં લેતાં આગામી ધાર્મિક તહેવારો દરમિયાન ધાર્મિક તહેવારોની જાહેરમાં ઉજવણી, શોભાયાત્રા, મેળાઓ, પગપાળા યાત્રાઓ, પદયાત્રિકો માટેના સેવા કેમ્પો, તાજીયાના જુલુસ તથા વિસર્જનયાત્રા / સરઘસ જેવી પ્રવૃત્તિઓમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની તથા તેના કારણે સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ થવાની તથા કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા રહેલ છે. જેથી જાહેર આરોગ્ય અને જાળવણી અર્થે ઉપરોક્ત તમામ પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મૂકવા રાજ્ય સરકારશ્રીએ હુકમ કરેલ છે. રાજ્યમાં હાલની કોરોના મહામારીની સ્થિતી લક્ષમાં લેતાં જાહેર આરોગ્યની જાળવણી અર્થે નર્મદા જિલ્લાના સમુચિત જનસમુદાયની જીંદગી, તંદુરસ્તી તથા સલામતી માટે ઉક્ત હુકમોનો ચુસ્તપણે અમલ કરવાના ભાગરૂપે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ના નં-૨)ની કલમ-૧૪૪ અને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૭(૩) હેઠળ નર્મદાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નર્મદા જિલ્લાના સમગ્ર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આગામી તા.૧૨/૦૮/૨૦૨૦ના રોજ જન્માષ્ટમી, તા.૧૫/૦૮/૨૦૨૦થી તા.૨૧/૦૮/૨૦૨૦ દરમ્યાન પર્યુષણ, તા.૨૨/૦૮/૨૦૨૦ થી તા.૦૧/૦૯/૨૦૨૦ દરમ્યાન ગણેશ મહોત્સવ, તા.૨૮/૦૮/૨૦૨૦થી તા.૨૯/૦૮/૨૦૨૦ દરમ્યાન રામાપીરનો મેળો, તા. ૨૭/૦૮/૨૦૨૦ થી તા.૦૨/૦૯/૨૦૨૦ દરમ્યાન ભાદરવી પૂનમનો મેળો, તા.૨૯/૦૮/૨૦૨૦થી તા.૩૦/૦૮/૨૦૨૦ દરમ્યાન મહોરમ વગેરે તહેવારોની જાહેરમાં ઉજવણી, શોભાયાત્રા, મેળાઓ, પગપાળા યાત્રાઓ, પદયાત્રિકો માટેના સેવા કેમ્પો, તાજીયાના જુલુસ તથા વિસર્જનયાત્રા/ સરઘસ જેવી પ્રવૃત્તિઓ કે જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની તથા તેના કારણે સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ થવાની તથા કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા હોય તેવી તમામ પ્રવૃત્તિઓ ઉપર તા.૧૦ મી ઓગષ્ટ,૨૦૨૦ થી તા.૩ જી સપ્ટેમ્બર,૨૦૨૦ સુધી પ્રતિબંધ ફરમાવાયો છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है